________________
૪૮૭
દ્વૈત અને અદ્વૈત વખત તેના પર ગુસ્સો આવે છે અને એકાદ વખત આપણે બોલી જઈએ છીએ કે “એની સાથે સંબંધ ન હોય એ જ ઠીક.” પણ સંબંધ છૂટે છે ક્યાં ?
સૃષ્ટિ બળવાન તે છે જ; પણ માણસ કંઈ ઓછો નથી. તે કેટલીક વખતે સુષ્ટિને નમાવે છે. સૃષ્ટિ મચ્છર કરે છે ત્યારે તે મછરદાની બનાવે છે, સૃષ્ટિ વિદ્યુત્પાત કરી મકાને તોડી નાખે છે ત્યારે તે કડકડાટ કરતી વિદ્યુતને ધીમે રહી ઘરની બાજુએ રાખી જમીનમાં ઉતારી દે છે. સૃષ્ટિ દુષ્કાળ પાડે છે પણ માણસ દયાક હૃદયથી ઢોરઢાંખર અને ગરીબગરબાંના પ્રાણ બચાવે છે. સૃષ્ટિ તકરાર કરવાનું અને પોતાનું જ તરભાણું ભરવાનું શીખવે છે, પણ માણસ તેનું કંઈ ન સાંભળતાં ભાઈચારાથી વર્તે છે અને અન્યને યથાશક્તિ સહાય આપે છે.
આ ઝઘડે કઈ હમેશને નથી સૃષ્ટિ અને મનુષ્ય વચ્ચેના દૈતભાવને વિરોધ કંઈ કાયમને નથી. માણસનું જ્ઞાન અને નીતિ જેમ જેમ વળે જાય છે તેમ તેમ સૃષ્ટિનો અંતરાત્માં દેખાવમાં જેટલો ખરાબ જણાય છે તેટલું ખરાબ નથી એ સત્ય સમજાતું જાય છે. માનવ જાતિની બાલ્યાવસ્થામાં વાયુ, અગ્નિ, વિઘત વગેરેનો લેકને ઘણો ભય લાગતો હતો, પણ હવે એ દેથી આપણે વિશેષ ડરતા નથી. ઊલટું તેમને જ આપણા દાસ બનાવીએ છીએ. રાવણને ઘેર સર્વ દેવ દાસત્વ કરતા હતા
એ વાત કિંવા ગાવિક્ષતય વાર્વિવા? તમારું ફતિ – સર્વ કામ પૂર્ણ કરનાર આતિક્ષિત રાજાના દરબારમાં સર્વ દેવ સભાસદ હતા–– એ વાત ખરી છે કે ન હો, પણ એટલું તે ખરું છે કે એ દેવ હવે સાધારણ માણસની પણ સેવા ઉઠાવે છે. વિદ્યુતની જ સ્થિતિ જુઓ! મુંબઈ જેવા સ્થળે નાનું બાળક એક બટન દબાવે છે કે તરત જ વિઘતદેવ એક તારમાંથી કાચના દીવામાં જઈ બેસી ઝળહળતો પ્રકાશ આપવા માંડે છે!
સૃષ્ટિનો ભય ઘટયો છે અને તે આપણા કાર્યમાં ઉપયોગી થાય છે એટલાથી જ તેની પરકીયતા ઓછી થઈ છે એમ ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org