________________
૪૮૦
નીતિશાસ્ત્રપ્રવેશ એ ગુણ હોય કે ન હોય તે સરખું જ છે. નારંગીન સર્વ ગુણનો અનુભવ થવાને સર્વ ગુણ જાણનાર માણસ જોઈએ અને તેમનો સર્વ વસ્તુ સાથે સંબંધ થવો જોઈએ. કોઈ પણ મન કે વસ્તુ સાથે તેમનો સંબંધ નહિ હોય તો તેના પરમાણુ અસ્તિત્વમાં રહેશે, પણ કહેવું પડશે કે, તેના ગુણ તદ્દન પરિમિત છે.
હવે સમજે કે અખિલ ત્રિભુવનમાં એક પરમાણું માત્ર અસ્તિત્વમાં છે. અન્ય પશુપંખી, ઘાસની સળી કે સોયની અણી જેટલે માટીને કણ સુધ્ધાં અસ્તિત્વમાં નથી. આવા આ અત્યંત એકલા પરમાણુમાં કયા ગુણ હશે? વળી એવી કલ્પના કરીએ કે તેને નાશ થયો છે, તે એ નાશથી જગતમાં કેટલો ફરક પડે ? જગતમાં અન્ય વસ્તુનું અસ્તિત્વ જ નહિ હોવાથી અન્ય કોઈ પર અસર થવાની વાત જ રહેતી નથી. તેના અસ્તિત્વની વાત જ કોઈને જાણવામાં નહતી એટલે તેનો અભાવ પણ સમજાય નહિ. તેના અસ્તિત્વ અને અભાવમાં શો તફાવત છે? પરંતુ તે પરમાણુના સંગમાં જે બીજા પરમાણુ હોય તે તેને અભાવ તો શું પણ તેનું સ્થાનાંતર પણ અન્ય વસ્તુને સમજાયા સિવાય ન રહે. જેટલા પરમાણુ વિશેષ તેટલી તેના સંબંધી વિશેષ. જેટલા જેનાર અધિક તેટલું તેનું રૂપ અને સૌંદર્ય અધિક. કારણ પ્રત્યેક જુદા જુદા સ્થાનથી અને દૃષ્ટિક્ષેપથી જુએ છે. પરમાણુનું નામ જ ન હોય અને જેનાર કોઈ ન હોય તો તે પરમાણુના ગુણનું સઘળું ઐશ્વર્ય નષ્ટ થાય. આ દષ્ટએ આપણે અન્ય વસ્તુ સાથે વિશેષ સંબંધ છે, તેના પર આપણું ગુણેશ્વર્ય અવલંબી રહેલું છે એમ સિદ્ધ થાય છે. આપણે કહી નાખીએ છીએ કે, બીજાની આપણને શી જરૂર છે ? પણ ધ્યાનમાં રાખવું કે જગતની અન્ય સર્વ વસ્તુ નાશ પામે તે આપણે પણ નાશ જ થાય.
જગતની ઝીણામાં ઝીણી બાબતને પણ એ રીતે મોટી મોટી પંચાત સાથે સંબંધ હોય છે, એ તત્ત્વ જેના ધ્યાનમાં સારી રીતે આવેલું છે, તે પ્રત્યેક બાબતમાં સાવચેત રહેશે અને અમુક બાબતને નાની કે ક્ષુલ્લક ગણી તે તરફ બેદરકાર નહિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org