SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિત અને અદ્વૈત ૪૩૯ ટેનિસન કવિએ એ જ અર્થ નીચેના કાવ્યમાં સુંદર રીતે વ્યક્ત કર્યો છે. Flower in the crannied wall, I pluck you out of the crannies; Hold you here, root and all, in my hand :Little flower-but if I could understand, What you are, root and all, and all in all I should know what God and man is ? ' કાર્લાઇલનું નીચેનું કથન પણ મનનીય છે : “Rightly viewed no meanest object is insignificant, all objects are as windows through which the philosophic eye looks into infinitude itself.” ગઈ સદીનો જર્મન તત્ત્વવેત્તા હેગેલ કહે છે કે, A thing is its own other – કોઈ પણ વસ્તુ અને તે સિવાયની વસ્તુ એ એક જ છે. તેના કથનનો ભાવાર્થ એ છે કે, બીજી વસ્તુનો જે અત્યંત અભાવ કલ્પી લઈએ તો તે વસ્તુનું પણ અસ્તિત્વ નષ્ટ થાય છે. દાખલા તરીકે ધારો કે, આખા જગતમાં નારંગી એકલી જ વસ્તુ છે, અન્ય વસ્તુ – હા પણ – નથી. આવી સ્થિતિમાં તે નારંગીમાં વાસ છે એ ભાષા જ બંધ થશે. કારણ વાસ લેનાર કે સમજનાર કોઈ પણ તે સ્થિતિમાં નથી. તેનામાં મીઠાશ છે એવી વાત જ નહિ થઈ શકે. કારણ મીઠાશ-કડવાશ એ ભેદ જાણનાર કોઈ પણ તે જગતમાં નથી. તે સ્થિતિમાં મીઠાશનો ગુણ છે એમ કહેવું એ ભૂલ છે. અન્યના મનની અપેક્ષાથી તે નારંગીમાં જે જે ગુણ હોવાનું આપણે કહીએ છીએ તે તે ગુણ જાણનાર મનના અભાવે નારંગીમાં પણ નથી, એમ જ કહેવું જોઈએ. મીઠાશ, વાસ, સૌંદર્ય, એ ગુણ જે પરમાણુમાં છે એમ આપણે કહીએ છીએ, તે તે નારંગીના પરમાણુ અસ્તિત્વમાં છે, પણ તાળી જેમ એક હાથે વાગતી નથી તેમજ ગુણની પ્રતીતિ પામનાર મનના અભાવે તે નારંગીમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy