SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૭ દ્વૈત અને અદ્વૈત હવા આપણને લેવી પડે છે. આવા પ્રકારના અન્ય અને આપણા વચ્ચે અનેકવિધ સંબંધ હોય છે. આપણને લાગે છે કે પડોશી સાથે આપણે કંઈ સંબંધ નથી, પણ તેના ઘરમાં પ્લેગનો સંચાર થઈને કોઈ મરણ પામે છે તે તરત જ આપણને સમાનય છે કે તેનો અને આપશે ઘણે નિકટ સંબંધ છે. પડોશીની વાત દૂર મૂકે ! બરેલીનમાં કયસરના મનમાં યુદ્ધ કરવાનો વિચાર ઉદભવ્યો અને આપણે ત્યાં અનેક પ્રકારની મોંઘવારી વધી પડી એ શું ઓછો ચમત્કાર છે ? કાર્બાઈલ એક સ્થળે કહે છે કે આટલાંટિક મહાસાગરમાં એક માસ્ય વિશેષ હોત અંગ્રેજોને આજની સ્થિતિમાં રહેવાનું અશક્ય થઈ પડયું હોત. બીજે એક ઠેકાણે તે કહે છે કે, અમેરિકાને જંગલી માણસ પોતાની સ્ત્રીપર ખિજવાઈને તેને મારે છે અને તેની કંઈક અસર ઈંગ્લાંડના બજાર પર થાય છે કે આ અતિશતરૂપ વિધાનને અર્થ + I say there is not a red Indian can quarrel with his squaw, but the whole world must smart for it: will not the price of beaver rise? It is a mathematical fact that the casting of this pebbee from my hand alters the centre of gravity of the Universe.' - Carlyle, Sartor Resartus * અમેરિકામાં એક વીમા કંપની દેવાળું કાઢે છે તો અહીં કેટલા લોકોને નુકસાન થાય છે? ભૂમધ્ય સમુદ્રમાં જર્મન સબમરીને પશિયા નામની આગબોટનો નાશ કર્યો ત્યારે તેની અહીંના અંગ્રેજી માલના બજારભાવ પર કેવી અસર થઈ હતી ? ઔટિયાના રાજકુંવરનું ખૂન થયું અને હિંદુસ્તાનના હજારો-લાખે માણસને ક્રાન્સ, મેસોપોટેમિયા, ઇજીપ્ત, આક્રિકામાં જઈ પ્રાણ આપવા પડ્યા એ કે ચમત્કાર છે ? શકુંતલાની વીંટી નદીમાં પડી અને તે મત્સ્યના ગળામાં ગઈ તેની દુર્ગંતના જીવન પર કેવી અસર થઈ તેનું પુરાણમાં જે વર્ણન છે તે દષ્ટાંતરૂપે ગણવાને હરકત નથી. સીતા જો સુંદર ન હેત તો, રામને જે સુવર્ણયુગ દેખાયો ન હેત તો અને કર્ણના રથનું ચક્ર જમીનમાં ખેંચી ગયું ન હોત તો પૌરાણિક કથાઓમાં કેવું પરિવર્તન થયેલું હોત? પુરાણની વાત જ શા માટે ? ઇતિહાસમાં પણ એમ જ બને છે. ખૂણાની નાની નાની વાતોથી જગતનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy