________________
જૈન અને અદ્વૈત
૪૭૫, શાસ્ત્રોએ વેદાંતને બળવાન બનાવ્યું છે પણ જે કદાચ કાલે કઈ શોધક ઇલેકટ્રાણુમાં ભેદ જોઈ શકે તે વેદાંતને મિથ્યા, સમજવું કે? મૂલભૂત પરમાણુ સર્વના એક જ છે એ જ જે “અદ્વૈત વેદાંતને અર્થ હોય તે વેદાંતની ચોટલી આધિભૌતિક શાસ્ત્રોના હાથમાં ગઈ છે એમ જ સમજવું જોઈએ અને વેદાંતનો પરિચય ઇચ્છનારને પ્રસ્થાનત્રયી, શંકરાચાર્ય કે શાસ્ત્ર પંડિતની જરૂર નહિ પડતાં એકાદ કલેજની પ્રગશાળાને પ્રોફેસર સૂમદર્શક યંત્રમાંથી અથવા બીજા કોઈ વિદ્યુયંત્ર દ્વારા અદ્વૈત સત્ય રમતાં રમતાં બતાવી શકશે ! અનને વેદાંતને મર્મ સમજવા માટે શ્રીકૃષ્ણ પાસેથી દિવ્યદષ્ટિ મેળવવી પડી હતી; પરંતુ અદ્વૈત સિદ્ધાંત એટલે “એક-પરમાણુ' સિદ્ધાંત હોય તો આપણને વેદાંતનું સત્યત્વ પ્રત્યક્ષ કરવા દિવ્ય દૃષ્ટિની જરૂર બિલકુલ પડશે નહિ. કારણકે સૂકાદશ યંત્ર અને વિદ્યુત યંત્ર આપણે માટે બસ થઈ શકશે !
ખુરશી, ટેબલ વગેરે ફરનીચર નજરે પડતાં બાળક “આ શું, આ શું’ એમ પ્રત્યેક વસ્તુ માટે આપણને પૂછે ત્યારે તેનો ઉપયોગ શો છે. તે શા માટે બનાવ્યું છે એ કહેવાને બદલે “આ સર્વના અણુ કિવા પરમાણુ સરખા જ છે' એમ આપણે કહીએ તે તે યોગ્ય થાય નહિ; તે જ પ્રમાણે સંસારના કમળ બાળકનું મૃત્યુ, માતાનું મૃત્યુ, કુટિલ પુરુષનું નિંદ્ય ચરિત્ર વગેરે વિલક્ષણ દુઃખદ અને વિચિત્ર પ્રકાર જોઈ ગભરાયલા, ભયભીત બનેલા માણસને, “અરે, ધ્યાનમાં રાખ કે જગતની સર્વ વસ્તુના પરમાણુ એક છે” એમ કહેવું અણસમજભર્યું છે. “જગતનો અર્થ શું ? આપણે જન્મ શા સારુ લીધો? જવાનું ક્યાં? લેગ જેવા રોગ જગતમાં કેમ ઉદ્દભવ્યા છે? છોકરો સારી રીતે ભણી ગણી રહે છે એટલામાં મરણ કેમ પામે છે ? માતા અને પુત્રના વિયોગ કેમ થાય છે ? બાપ બેટા વચ્ચે કલહ થાય છે, એ પર અનિર્વચનીય એવા અનેક દુર્ઘટ પ્રસંગ આવે છે. શહેરનાં શહેર ઉજજડ બની જાય છે વગેરે પ્રકારની પ્રભુએ વ્યવસ્થા (અવ્યવસ્થા) કેમ રાખી છે – કરી છે? તેને એવી વાતો કરવાની શી જરૂર છે? આ સર્વ શું ગૌડબંગાલ છે ! જગત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org