________________
નીતિશાસ્ત્રપ્રવેશ તત્ત્વ એ એક – અદ્રેતાત્મક છે” એ વિધાનની દષ્ટિએ વિચાર કરીશું.
(૧) સર્વ જગત “એક છે એટલે સર્વ જગતને એકવચની નામથી નિર્દેશ થઈ શકે છે, એવો એક સાથે અને સરલ અર્થ કરી શકાશે. સિન્યમાં જેમ અનેક યોદ્ધા હોવા છતાં “સન્ય” એ એકવચની શબ્દ આપણે વાપરી શકીએ છીએ, તેવું જ આ સંબંધમાં છે. “જગત દ્વતાત્મક છે ” એવો ઉચ્ચાર કરનારને અદ્વૈતી કહેશે કે, વરતો વ્યાધાત દોષ છે, કારણ એ દૈતસૂચક વાક્યમાં પણ જગતનો એકવચની નામથી નિર્દેશ કરી તમે
અજાણતાં અદ્વૈત જ માન્ય કર્યું છે પરંતુ અદ્વૈત વેદાંત એટલે કંઈ વ્યાકરણ નથી, માટે એ વ્યાકરણ વિષયક કોટીમાં વિશેષ અર્થ નથી.
એક એટલે મૂલભૂત પરમાણુ એક હેય તે (૨) હીરા અને કોલસા એક છે. એનો અર્થ એવો છે કે તેના અંતિમ પરમાણુ એક એટલે એક જ સ્વરૂપના છે. એ દષ્ટિએ વિદ્યા-વિનયસંપન્ન બ્રાહ્મણ, ગાય, હાથી, શ્વાન, શુક્ર એ સર્વ એક છે. પણ,
शुनि चैव श्वपाके च पंडिताः समदर्शिनः એમ જે કહેવાય છે તે એ જ અર્થમાં છે કે તેને અન્ય કંઈ અર્થ વિવક્ષિત છે ? એ જ અર્થ જે વિક્ષિત હોય તે કહેવું પડશે કે વેદાંત એટલે રસાયનશાસ્ત્ર; અને વેદાંત સત્ય કે અસત્ય છે તે સમજવાને રસાયનશાસ્ત્રની શોધ પર આધાર રાખવો પડશે આજકાલના આધિભૌતિક શાસ્ત્રવેત્તાના વિચાર જોતાં એવું જણાય છે કે, હીરા અને કેલસા જ મૂળમાં એક છે એમ નથી પણ સર્વ વસ્તુજાતમાં એક જ સ્વરૂપના પરમાણુ ભરેલા છે. આ પરમાણુને હાલની ભાષામાં ઇલેકટ્રાણુ (Electrons) કહે છે. જોકે એ ઇલેકટ્રાણું એક જ સ્વરૂપના હશે પણ તેની સંખ્યા, રચના, પરસ્પર વચ્ચેનું અંતર, વેગ વગેરે બાબતના ભેદથી જુદી જુદી વસ્તુમાં આપણને ભેદ જણાય છે. આ દષ્ટિએ જોતાં કહેવું જોઈએ કે આધુનિક આધિભૌતિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org