________________
પરિશિષ્ટ ૫
વૈત અને અદ્વૈત કોઈ વખત લાગે છે કે, બ્રહ્મ અને માયાને સંબંધ જેટલો અનાદિ અને અનંત છે તેટલો જ દૈતાદ્વૈત વાદ અનાદિ અને અનંત છે. તેથી આ લેખથી એ વાદ મટી જશે એવી અપેક્ષા નથી અને અન્ય પણ રાખવી નહિ અને રાખવામાં પણ નહિ જ આવતી હોય; તો પણ વાદ અનંત હોય તોયે શબ્દને સ્પષ્ટ અર્થ નહિ સમજાયાથી વાદનો આરંભ કયાં થયો અને અંત ક્યાં આવવો જોઈએ તેનું નામનિશાન પણ રહે નહિ તે ઈષ્ટ નથી. પુષ્કળ વાદમાં શુષ્ક વાકલહ હોય છે, તેનું કારણ એ છે કે પિતે કયા અર્થમાં પિતાની પ્રતિજ્ઞા કરે છે તેને સ્પષ્ટ ઉલ્લેખ કેાઈ કરતું નથી અને પછી વાદ જલતાડનની માફક નિરર્થક બની ગમે તેમ વહે છે. વિવાદપ્રવાહને ભળતી ડાળીઓ ફૂટે નહિ એવી ઈચ્છા હોય તેમજ ઉજ્યનો અર્થ એક છતાં વ્યર્થ તકરાર થાય નહિ એવી ધારણા હોય તો પોતાની પ્રતિજ્ઞાને ક અર્થ છે તે પ્રથમ સ્પષ્ટ કરવું. એમ કરવા છતાં જેકે વાદને અંત આવતો નહિ હોય તો પણ એટલું તે ખરું છે કે, નિરર્થક કલહ પ્રસરશે નહિ. આપણે “જગત કિવા જગતનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org