________________
આધિભૌતિક શાસ્ત્રો અને વેદાંત ૪૭૧ હાથ કાપેલે છતાં હાથ હોવાને ભ્રમ થાય છે, એ દૃષ્ટાંતને હવે જોઈશું. આ અનુભવ ખરે છે અને તેની ઉપપત્તિ લગાડી શકાય તેમ છે. આપણને બાહ્યસૃષ્ટિનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાનતંતુ દ્વારા થાય છે. એ જ્ઞાનતંતુ સંદેશવાહક તાર જેવા છે એટલે તેમના એક છેડાને સ્પર્શ વગેરે કઈ પણ થતાં તે તરત જ એ વાત મગજને પહોંચાડે છે. મગજ (કિંવા તદધિષ્ઠાતા આત્મા કહે) પ્રથમના તારની સાથે એ તારની તુલના કરી દિકાલાદિક માપથી માપે છે અને માપ નિશ્ચિત કર્યા પછી નામરૂપ વગેરેની વ્યવસ્થા કરે છે. “મારા હાથને અમુક વખતે સ્પર્શ થયો ” એવા પ્રકારનું જ્ઞાન થવું એનું જ નામ વ્યવસ્થા છે. હાથમાંથી વારંવાર તાર જતા હોવાથી હાથને સ્પર્શ થતાં જ મગજ ઠરાવે છે કે “ હાથને સ્પર્શ થયો.” કેાઈ વખત એમ પણ બને છે કે, પોતાના છેડાને સ્પર્શ થયા વિના જ જ્ઞાનવાહિની મગજને તાર પહોંચાડે છે અને તે હમેશની રીત પ્રમાણે “હાથને સ્પર્શ થયા 'નું જણાવી મુક્ત થાય છે. હાથ કપાયા પછી હૂંઠા હાથના છેડાને સ્પર્શ થાય છે ત્યારે એવું જ બને છે અને હાથ નહિ હોવા છતાં હાથને સ્પર્શ થયા જેવું લાગે છે. હું શરીરશાસ્ત્ર નહિ હોવાથી પુસ્તકની સહાય વિના કેવળ સ્મૃતિ પરથી ઉક્ત ચમત્કારની અધિક સવિસર ઉપપત્તિ મારાથી કહી શકાય તેમ નથી, ઉપપત્તિ ગમે તેવી હે પણ એટલા મુદ્દો તે નિશ્ચિત છે કે, મગજને પૂર્વે અનેક વખત હસ્તસ્પર્શનું જ્ઞાન થયેલું હોવાના કારણે તત્સદશ ધક્કો આવતાં જ “હસ્ત સ્પર્શ જ થયો ' એવો ભ્રમ થાય છે. હાથનો અત્યંતભાવ હેત તે હસ્તસ્પર્શને ભ્રમ, ન થયો હોત. અર્થાત્ એ દૃષ્ટાંત પરથી “જગત મિથ્યા હોવા છતાં તેને વ્યર્થ ભાસ થાય છે એ મતને કેવી રીતે પુષ્ટિ મળી
હું એમ નથી કહેતો કે “જગત નથી' એમ વેદાંત કહે છે. પરંતુ કેટલાક વેદાંતાભિમાની ભૌતિક શોધનો આધાર લઈ વેદાંત સમર્થન કરતા હોય છે તેમને ઉદ્દેશી ચાર શબ્દ લખ્યા છે. મેં કેટલાકને મુખે સાંભળ્યું છે કે આધુનિક ભૌતિકશાસ્ત્રની શોધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org