________________
૪૭૦
નીતિશાસ્ત્રપ્રવેશ થાય છે. હાથ નહિ હોવા છતાં હાથને સ્પર્શ થયો લાગે છે એ જેમ ભ્રમ છે, માયા છે તેમજ સર્વ જગત નહિ હોવા છતાં જગત છે એમ લાગવું એ પણ માયા જ છે અને એ જ વેદાંતનો સિદ્ધાંત છે. હાથ નહિ હોવા છતાં ડાહ્યા અને શુદ્ધિમાં આવેલાને હાથ હોવાનું લાગે છે એ વાત સ્વીકાર્યા પછી વેદાંતનો વ્યાપક અને સામાન્ય સિદ્ધાંત કબૂલ કરવાનું શી હરકત છે ?”
મારે અભિપ્રાય એ છે કે, ખરા વેદાંતાભિમાની માણસે આવા દાખલાની પંચાતમાં પડવું નહિ. કેમકે સૂક્ષ્મ દષ્ટિએ જોતાં તે છેવટે વેદાંતને પ્રતિકૂળ બને છે કિંવા અપ્રસ્તુત હોય તેવા લાગે છે. રંગ ઈથરનાં પ્રવાહને મોજાંનો પ્રકાર હોવાના તત્ત્વ પરથી
જગત બ્રહ્મસ્વરૂપી સાગરના તરંગ જેવું છે” એ તત્ત્વ ખરું લાગે એ સ્વાભાવિક છે; પરંતુ વિચારતે જણાય છે કે, આ દાખલે પ્રસ્તુત સ્થળે સારી રીતે લાગુ પડતું નથી. એક તો બ્રહ્મ નામરૂપાત્મક વસ્તુ જાતથી પર છે. ઈથર સૂક્ષ્મતમ અને સર્વવ્યાપી વસ્તુ હોય તો પણ તે નામરૂપામક જ છે. ભૌતિકશાસ્સે સર્વ વસ્તુનું મૂલ તત્ત્વ ઈથર છે એમ નક્કી કર્યું છે, પણ એ મૂલ તત્ત્વ નામરૂપાત્મક હોવાથી નામરૂપથી પર રહેલા બ્રહ્મની સિદ્ધિ એ ભૌતિક આધાર પરથી થઈ શકતી નથી. બીજું એ કે, ઇથરના મોજાંનો પ્રકાર એટલે રંગ એમ કહેવાથી “રંગ ખોટા” ઠરતા નથી. ઈથરના મોજાંના વેગમાં ભેદ હોય છે અને એ ભેદથી પ્રકાશમાં અને રંગમાં ભેદ થાય છે, માટે ઈથર જેટલે દરજજે સત્ય છે એટલે જ દરજજે તેને વેગ સત્ય છે, વેગને ભેદ તેટલો જ સત્ય છે અને તે ભેદથી ઉત્પન્ન થનાર પ્રકાશભેદ પણ તેટલે જ સત્ય છે ! ત્રીજું એ કે, સર્વ વસ્તુનું નામરૂપાત્મક મૂલતવ એક જ સ્વરૂપનું છે, એ તત્ત્વને અને વેદાંત તત્ત્વનો કંઈ જ સંબંધ નથી. વેદાંત કંઈ રસાયનશાસ્ત્ર નથી. વેદાંતનું અદ્વૈત વસ્તુમાં ત્રની પરમાણુનું ઐક્ય કહે છે એમ કહેવું તે તદષ્ટિએ તેની કિંમર ઘટાડવા જેવું છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org