________________
આધિભોતિક શાસ્ત્રો અને વેદાંત છે અને તેની સાથે ભેદતીત તથા અહંકારવિશિષ્ટ બ્રહ્માનંદ સ્થિતિમાં માનવબુદ્ધિ સૂતેલી હોય છે એ પણ છેટું પડયું છે. પરંતુ આધિભૌતિક શાસ્ત્રના આ પ્રયોગનો પુરાવો વેદાંત માટે આયાથી તેને શક્તિ મળે છે કે અશક્તિ? બુદ્ધિનો વ્યાપાર બ્રહ્માનંદ સ્થિતિમાં ચાલુ નથી હોતો, કારણ તે ચાલું હોત તો ભેદ દષ્ટિગોચર થયો હોત – એ આક્ષેપનો આ પગમાં ઉત્તર છે ખરે, પણ એ ઉત્તરનું વિશેષ શું ફળ છે ? બુદ્ધિને વ્યાપાર ચાલવા છતાં ભેદભાવ દૃષ્ટિગોચર થતો નહિ હોવાનું સિદ્ધ થાય તે પણ એ વ્યાપાર વિકૃત કિંવા રોગિષ્ઠ બુદ્ધિને છે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. આ દાખલા પરથી એવો આક્ષેપ થવાનો સંભવ છે કે, બ્રહ્માનંદમાં મત્ત અવસ્થાની માફક બુદ્ધિ વિકૃત હોય છે. માટે મને લાગે છે કે, આધિભૌતિક શાસ્ત્રને ઓકસાઈડ-ગેસના પ્રયોગને દાખલ વેદાંતીઓએ સ્વસમર્થનાથે ઉપયોગમાં ન લે એ જ ઠીક છે.
નામિથ્યા તત્ત્વનો ખરો અર્થ ગમે તે હો; પણ એ તત્વની પુષ્ટિ માટે કેટલાક ભૌતિકશાસ્ત્રના જે કંઈ આધાર દર્શાવે છે તે ખરેખર હાસ્યાસ્પદ હોય છે. એક કહે છે કે, “રંગ પણ ખરા નથી એમ સિદ્ધ થયું છે. “રંગ” એટલે ઈથરનાં મની વિશિષ્ટ સ્થિતિ; એવું પ્રકાશશાસ્ત્રવેત્તાઓએ ઠરાવ્યું છે.
જ્યાં ત્યાં – સર્વત્ર ઈથર વ્યાપ્ત છે અને એ ઈથરનાં આંદોલન થવાના પરિણામે પ્રકાશ અને હરેક પ્રકારના રંગ ઉત્પન્ન થાય છે. ખરું તત્વ એટલે નિરાકાર અને સર્વવ્યાપી ઈથર. રંગ અને પ્રકાશ તો માયા છે. આજે જેમ રંગ મિથ્યા કર્યા છે તેમ કાલે સર્વ ગુણ પણ મિથ્યા કરશે. પરંતુ એ તત્ત્વ પૂર્વકાળથી અમારા લેકની જાણમાં હતું એ આશ્ચર્ય જેવું નથી કે ?”
ત્યારે બીજે કહે છે, “એવા અનેક અનુભવ થયો છે કે, શસ્ત્ર કલોરોફેમ આપીને કોઈ માણસને કોણી આગળથી હાથ કાપી નાખી એ માણસને હાથ કપાયાની ખબર પડવા દેતે નથી તે તે માણસની કેણીને જે કોઈ સ્પર્શ કરે છે તે એ માણસને જાણે પિતાના હાથને સ્પર્શ કર્યો હોય તેવો ભ્રમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org