SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ નીતિશાસ્ત્ર પ્રવેશ તે ઘેર લઈ જાય છે; પરંતુ રસ્તામાં સુધાથી વ્યાકુળ થઈ રહેલા ભિખારીને તે કંઈ આપતું નથી આ વૃત્તિમાં શું તત્ત્વ છે તે કહેવું મુશ્કેલ છે. સાચું બોલવાના નિયમ સામે અનેક અપવાદ અંતઃકરણપ્રવૃત્તિ ઉપસ્થિત કરે છે; પણ એ અપવાદનું તત્ત્વ શું છે તે વિષે તે કંઈ જ કહેતી નથી. મને એક વખત બાળકને પ્રસાદ આપવાનું શીખવે છે અને તરત જ મરણોન્મુખ સ્થિતિમાં પડેલા માણસને સુધ્ધાં તે નહિ આપવાને કઠેર ઉપદેશ કરે છે; એક વખત સાચું બોલવાનું કહે છે, પુન: ખોટું બોલવા કહે છે. વૃદ્ધ પુરૂષને પિતાના પાંચમા લગ્ન માટે કંઈ અનુચિત લાગતું નથી; પણ તે જ વૃદ્ધના મનને બાલાવિધવાનું પુર્લન ખેંચવા લાગે છે. મનની માન્યતામાં વિસંગતિ અને તત્ત્વહીનપણું જ જણાય છે, એટલે અંતઃકરણપ્રવૃત્તિને અનુસરી નૈતિક તો નક્કી કરવાને માર્ગ વિવેકી માણસને પસંદ પડે શક્ય નથી. કેટલીક વાર શું કરવું અને શું નહિ, એ બાબતને મન જ નિશ્ચય કરી શકતું નથી, અને એવા પ્રસંગે નૈતિક પ્રશ્નનો ઉકેલ કરવાના અન્ય કોઈ માર્ગ છે કે શું તેની જ શોધમાં તે પડે છે. આ માર્ગ તે શાંત આત્મનિરીક્ષણ છે એમ મનને જણાઈ આવે છે, અને પછી તે તેનું વર્ચસ્વ સ્વીકારે છે. માટે હવે આપણે એ માર્ગને વિચાર કરીશું. આ માર્ગ સ્વીકારવામાં ઉપર જણાવેલા માર્ગમાંની ગુલામીન દોષ નથી; કારણ કે નિર્લોભ, મોહહીન અને દૂરદષ્ટિયુક્ત વિવેકને યોગ્ય લાગે તે જ નિર્ણય આપવાને શાંત આત્મનિરીક્ષણને બુદ્ધિપુર:સર પ્રયત્ન હોય છે. નીતિશાસ્ત્રનાં તો કોઈ ઈશ્વરે આપણા પર બળાત્કારે નાખ્યાં છે એમ નથી, પણ તે આપણું હિત સારુ જ છે એમ વિવેકબુદ્ધિને સમજાવવાની ખાતરી કરી આપવાની આ ત્રીજા માર્ગની પ્રવૃત્તિ છે. તેવી જ રીતે સાચું બેલવું, પોપકાર કરે, બને ત્યાં સુધી એકપત્નીવ્રત સ્વીકારવું, વ્યભિચારને સર્વદા નિંઘ માન, દેશાભિમાની થવું વગેરે નૈતિક તો અસંબદ્ધ નથી; એટલું જ નહિ પણ તે મણકાની માફક એક જ નીતિસૂત્રમાં પરોવાય તેવાં બની શકે તેમ છે; કિંવા અધિક સમર્પક ઉપમા આપીએ તે – સુસંબદ્ધ તથા સુંદર એવા એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy