________________
આધિભૌતિક શાસ્ત્રો અને વેદાંત
૪૬૭ સ્થિતિમાં હું, તું” વગેરે ભેદ નથી હોતો; પણ જ્યારે માનવી જ્ઞાન જ એવા ભેદ પર અવલંબી રહેલું છે, ત્યારે જે સ્થિતિમાં એ ભેદ લુપ્ત થાય છે તે જ્ઞાનાત્મક સ્થિતિની જરૂર નથી એમ સ્પષ્ટ થાય છે. આપણને જે જ્ઞાનની માહિતી છે તે દિફકાલાદિ ભેદવિશિષ્ટ છે. પણ અંગ્રેજી શિક્ષણ પામેલાઓની શંકા એ છે કે, બ્રાહ્મી સ્થિતિમાં એ ભેદ નથી હોતા ત્યારે તેને જ્ઞાનાત્મક . કેવી રીતે કહેવી. તેમનું કહેવું એવું છે કે, અહંભાવ (Self-conciousness) વિનાની સ્થિતિને સુષુપ્તિ જેવી જ કહેવી જોઈએ. એના જવાબમાં કેટલાક જણાવે છે કે, હું તું વગેરે ભેદ માનવબુદ્ધિનું ફળ છે એમ કહેવામાં ભૂલ થાય છે. અનુભવ–પ્રયોગથી સિદ્ધ કરી શકાશે કે, માનવ બુદ્ધિ પિતાનું કાર્ય કરતી હોય છે ત્યારે એ ભેદ લુપ્ત થઈ ગયેલા હોય છે. હાલના શાસ્ત્રોને જણાઈ આવ્યું છે કે, નાઈટ્ર–કસાઈડ-ગેસ (Nitrous-oxide-gas) વિશિષ્ટ પદ્ધતિથી સુંઘવાથી બ્રાહ્મી સ્થિતિની નકલ અનુભવાય છે. એક સ્થળે એવું વાંચ્યાનું યાદ છે કે, કૉરેફર્મથી પણ એવા પ્રકારનો અનુભવ થાય છે. સ્વ. વિલિયમ જેમ્સ નામના સુપ્રસિદ્ધ માનસશાસ્ત્રજ્ઞ અને તત્ત્વવેત્તાએ સ્વાનુભવથી જણાવ્યું છે કે, નાઈટ્રસ ઓકસાઈડ લીધા પછી સર્વત્ર અક્ય-અદ્વૈત ભાસે છે અને એક પ્રકારનો અત્યુત્કટ આનંદ થાય છે. તેમણે પોતાના સ્વાનુભવનું જે વર્ણન કર્યું છે તેમાં અને આપણી બ્રાહ્મી સ્થિતિનું વર્ણન થયેલું છે તેમાં ઘણું જ સામ્ય જણાય છે. જેમ્સ સાહેબ કહે છે કે :
નાઈટ્રસ – ઓકસાઈડ– ગેસ લીધા પછી મને જે આનંદ થયો અને મારી બુદ્ધિમાં જે ઐક્યભાવના ઉત્પન્ન થઈ તેનું વર્ણન કરવાનું કામ અતિ કઠિન છે. તે વખતે મારી ખાતરી થઈ ગઈ કે, આપણી બુદ્ધિ આપણને હું તું વગેરે જે ભેદ અને જે વિરોધ દર્શાવે છે તે આભાસાત્મક છે. વિચારોને મારા નિશ્ચિત બનેલા અભિપ્રાય પણ ડગમગવા લાગ્યા અને મને લાગવા માંડયું કે હેગેલનું અદ્વૈત જ છેવટે ખરું છે! એ ઉચ્ચતર એક્વમાં પ્રત્યેક વિધ પીગળી જાય છે, એ તત્ત્વની મને તે સ્થિતિમાં પ્રતીતિ થવા લાગી અને ખાતરી થઈ કે, ભેદ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org