________________
નીતિશાસ્ત્ર પ્રવેશ હીરા અને કોલસાની જાત એક જ છે, એને અર્થ એ છે કે, તેનાં પરમાણુ એક છે; પરંતુ જે વખતે ભગવદ્દગીતા ઝુનિ ચિવ શ્વપ ૨ વરિતા: સમર્શન: કહે છે તે વખતે શ્વાન, શુક, ડાહ્યો માણસ, સ્ત્રી વગેરેના પરમાણું એક જ છે એવો અર્થ થાય છે કે? જે સમયે શ્રીકૃષ્ણ આપણને સમોષ્ટરૂમાંજર થવાને ઉપદેશે છે તે વખતે લક્કડ, પથ્થર, સુવર્ણ વગેરેનાં પરમાણુ કિંવા હાલની ભાષામાં કહીએ તે ઈલેકટ્રાણુ એક છે એમ કહે છે? તે વખતે તે સેનાચાંદીનો, બિહુના રાજ્યો અને રાજ્યથી પણ પ્રિયતર રહેલા જીવનો મેહ ત્યજી પ્રવાહપતિત કર્તવ્ય કર્મ કરવાનો ઉપદેશ કરતા હતા કે રસાયનશાસ્ત્રના તવ પર આધુનિક ફેસરની માફક વ્યાખ્યાન આપતા હતા ? સવ પદાર્થના ઈલેકટ્રાણુ એક જ છે, એ અર્થમાં સર્વ પદાર્થ એક જ છે, હું અને તમે એક જ છીએ એ છે કે ખરું હશે; તોપણ એ તત્ત્વનો અને અતવેદાંતનો સંબંધ છે? અતવેદાન્ત એ કંઈ રસાયનશાસ્ત્ર નથી; તેને વસ્તુના મૂલદ્રવ્યના રસાયનિક સ્વરૂપ તરફ જોવાનું નથી. આ જગત તરફ કઈ દૃષ્ટિએ જોવું, તેનો અર્થ શો છે, તેમાંના વિવિધ પ્રસંગે આપણી વૃત્તિ કેવી હોવી જોઈએ વગેરે વાતો આપણને તે (અદ્વૈતવેદાંત) શીખવે છે એવી મારી સમજ છે. સર્વ વસ્તુના ઇલેકટ્રાણુ એક હેવાના આધિભૌતિક શાસ્ત્રના તત્ત્વના પાયા પર આપણે વેદાંતનો મહેલ રચીએ તો તે ક્યારે ધસી પડે તે કહી શકાય નહિ. કારણું એકાદ સૂક્ષ્મદર્શકયંત્ર કે વિદ્યુત યંત્રની સહાયથી ભવિષ્યમાં ઈલેકટ્રાણુમાં પણ જે ભેદ દેખાય તો પછી આ દૈતી ઈલેક્ટ્રાણુ પર રચાયેલો
અદ્વૈત વેદાંતને મહેલ ગંજીફાના પાનથી બાળકેએ બનાવેલા કિલ્લાની માફક ક્યારે તૂટી પડે તે કહી શકાય નહિ ! એકંદરે તાત્પર્ય એ છે કે, વેદાંતે આધિભૌતિક શાસ્ત્રનું પ્રમાણપત્ર ન લેવું એ જ ઉત્તમ છે.
આ જ માર્ગ શ્રેયસ્કર છે એમ બીજા એક દષ્ટાંતથી પણ બતાવી શકાશે. આધુનિક અંગ્રેજી શિક્ષિતોને વેદાંત પર એક એવો આરોપ હેય છે કે, “બ્રાહ્મી કિવા “ઉન્મત્ત' સ્થિતિ અને સુષુપ્તિ' સ્થિતિમાં ભેદ શું છે તે વેદાંત સ્પષ્ટ કરતો નથી. બ્રાહ્મી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org