________________
પરિશિષ્ટ ૪ આધિભૌતિક શાસ્ત્ર અને વેદાંત આપણને પ્રિય હોય છે તે વસ્તુની ગમે તેવા માણસના મુખેથી થયેલી સ્તુતિ આપણને પ્રિય જ લાગે છે. ધોળા પર કાળું કરવાનું જરીકે નહિ જાણનાર કોઈ વૃદ્ધ મારા લાડકા બાબુની વિદ્વત્તાને વખાણે છે તો તે મને ઠીક લાગે છે. તે વખતે હું એવો વિચાર નથી કરતું કે, એ ભાઈને વિદ્વત્તા વિષેના પ્રમાણપત્રની શી કિંમત છે? વખાણ કરનાર જે નામાંકિત અને ધનાઢ્ય હોય છે તે તે વખાણ માણસમાત્રને એથી અધિક પ્રિય લાગે છે. કઈ રણજીત કે ગ્રેસ ક્રિકેટમાં પ્રખ્યાત થાય છે કે પુસ્તક લખનાર, દવા બનાવનાર વગેરે તેમની પાસે ભલામણપત્ર માગવા લાગે છે અને જે તે પ્રાપ્ત થાય છે તે પ્રૌઢતાથી પ્રસિદ્ધ કરી કહે છે કે “જુઓ, મારું આ પુસ્તક કે ઔષધ અમુક અમુક ક્રિકેટપટુને ઘણું જ પસંદ પડ્યું છે ! ” જાણે કે ક્રિકેટની રમત ઉત્તમ રીતે રમતાં આવડી એટલે તે કઇ વિષય સંબંધી જે કંઈ કહે તે વેદાંતવાણુ જેવું સમજી લેવાનું હોય ! વાસ્તવિક રીતે કોઈ સ્તુતિ કે નિંદાને મહત્ત્વ આપવું હોય તો તે વિષયના મર્મજ્ઞ માણસની સ્તુતિ કે નિંદાને આપવું જોઈએ. ગમે તેવા અનુકૂળ પ્રતિકૂળ મતનું કંઈ પણ મહત્ત્વ ન હોવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org