SearchBrowseAboutContactDonate
Page Preview
Page 495
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ પિતાને સ્વયંવર સીતાના કે એવા જ બીજ સ્વયંવર કરતાં દુર્ઘટ છે. કારણ શિવનું ધનુષ્ય નમાવવાના કે એવા જ બીજા બાહુબળના પરાક્રમથી આત્મા વરતે નથી. મનને નમાવવું તે શિવધનુષ્યને નમાવવા કરતાં કઠિન હોવું જોઈએ એમ લાગે છે. આ કામ વૈરાગ્ય પછી – ખરા વૈરાગ્ય પછી અને સતત અભ્યાસથી સાધ્ય થાય છે. એ ઉપાયથી મનને નમાવી શકાય છે એટલે સ્વયંવર માટે ઉમેદવારી કરવાની પાત્રતા આવે છે અને પછી શ્રવણ – મનન – નિદિધ્યાસનનાં પગથિયાં કહ્યાં છે. એ ઓળંગી ગયા પછી આત્માના મહેલમાં પ્રવેશ થાય છે અને ત્યાં દોદષ્ટ થાય છે એટલે સ્વયંવરને અવકાશ રહેતો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy