________________
૪૬૨
નીતિશાસ્ત્ર પ્રવેશ આત્મા પ્રવચનથી એટલે તે વિષે પુષ્કળ બોલવાથી પ્રાપ્ત થતો નથી, બુદ્ધિમત્તાથી પ્રાપ્ત થતો નથી, બહુશ્રતપણાથી મળતા નથી; પણ જે તેને વરે છે તેને તે વરે છે, અને એક વખત વરે છે એટલે પછી તે પોતાનું સત્ય સ્વરૂપ વ્યક્ત કરે છે અને પછી બંનેમાં કોઈ જાતને પડદે રહેતું નથી.”
આ બેધનો પહેલે ભાગ ખરે લાગે છે કારણ કબૂલ કરવું જોઈએ કે, આત્મલાભનો અને વિદ્વત્તાનો, વકતૃત્વને કિંવા બુદ્ધિમત્તાનો વિશેષ નિકટ સંબંધ નથી. પણું બીજા ભાગ પરથી કોઈ માણસ નિરાશ થઈ દૈવવાદી બને એ સંભવિત છે. આત્માને સ્વયંવરનો આધાર શાના ઉપર છે તે વિષે તેને કહેલું નહિ હોવાથી તેનું મન ગભરાટમાં પડી જાય છે. આત્મપ્રાપ્તિ વિદ્વત્તાથી થતી નથી, બુદ્ધિમત્તાથી થતી નથી એ ખરું છે, પણ શેનાથી થાય? કાઈથીયે નહિ ? મરજીમાં આવે ત્યારે પ્રાણજીવનનું મિલન થાય ત્યારે શું તે નિષ્ફર અને એકલવાદી છે કે ? એ કેમ છે ?
નહિ, તે તેવો નથી. તેવો હોત તે તેની પ્રાપ્તિ માટે આટલી ઉત્સુકતા કઈયે ન રાખત. તે દુરાગ્રહી નથી, લહેરી નથી, કૂર નથી. તે હોત તો તેની માર્ગ પ્રતીક્ષા શા માટે થાત ? તે એકાદ વખત અભિસારિકાની માફક ભેટીને પરમાનંદ આપી જાય છે, તેનું કારણ તેનું ચંચલત્વ નહિ પણ આપણું ચંચલત્વ છે. આપણું મનની જરીકે ચલિતતાં તેને રચતી નથી, આપણા મનમાં પરકીયને પ્રવેશ થાય છે કે તરત જ તે બાથ છેડી રિસાઈને ચાલ્યો જાય છે. આપણને લાગે છે કે પરકીયનું ચિહન પણ તેને રુચતું નથી ત્યારે કોઈ વખતે પણ તે શા સારુ આવે છે ? પણ એ લાગણી ક્ષણભર જ ટકે છે, કારણ તે પ્રાણજીવન સાથે થોડી વારનું પણ મિલન થયેલું છે, જેણે તેની સંગતિથી ક્ષણ જેટલુંયે નિરતિશય સુખ ભોગવ્યું છે, તે કદાચિત મેહથી રિસાશે, ખિજાશે પણ કદી ભૂલશે નહિ, કિવા તેના દર્શનથી અલિપ્ત રહેવાની વાત કરશે નહિ.
આત્માની આવી નિરંતર પ્રાપ્તિ કરી લેવી હોય તો તેનો ઉપાય પણ પણ સુજ્ઞ શાસ્ત્રકારોએ કહેલો છે. એ સ્વયંવર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org