________________
નીતિશાસ્ત્રપ્રવેશ છે કે કેવળ આત્માનું – અનાત્માથી અસંબદ્ધ રહેલા આત્માનું – ચિંતન કે મનન કે નિદિધ્યાસન કરવાથી કયું બૌદ્ધિક કે પારમાર્થિક કલ્યાણ સધાવાનું છે ?
આત્માનું ચિંતન કર’ એને અર્થ કદાચ એવા હશે કે – હશે કે? છે જ. - તારો ખરો આત્મા કયો અને તારા આત્માને વેશ લેનાર આત્મા , તેનો વિચાર કર. ઇદ્ર ગૌતમને વેશ લઈ અહલ્યા પાસે ગયો ત્યારે તે સાધ્વી ફસાઈ પડી હતી તેમ આપણે વેશધારી આત્માથી ફસાઈએ છીએ. ખરે, શુદ્ધ, સાત્વિક, પરમાર્થપ્રિય આત્મા સહજ સુપ્ત થયો કે તરત જ બોટ, વિષયલેલુ, રાજસી, સુખપ્રિય આત્મા “હું જ ખરે આત્મા’ એમ કહેવા લાગે છે અને આપણે અહલ્યા પ્રમાણે ભૂલમાં પડી તેની પાપવાસનાના ભેગા થઈ પડીએ છીએ. દુર્ભાગ્ય એ છે કે, ગૌતમે જેમ સ્નાન કરીને પાછા આવ્યા બાદ ઇદ્ર અને અહલ્યાને પણ શાપ આપ્યો તેમ આપણા દુરાત્માને સદાત્મા શાપદગ્ધ કરતા નથી; ઊલટું તે બહુધા સુપ્ત રહે છે અને તેથી આપણા હૃદયમાં દુરાત્મા ઘણો કારભાર ચલાવે છે – એટલે સુધી કે લાંબા વખતે ખરે આત્મા જાગ્રત થાય છે તો પણ તેને પોતાના ઘરમાં સત્તા ચલાવવાનું ભારે થઈ પડે છે! આથી ઉપનિષદકાર કહે છે કે, ભાઈ તારે ખરો આત્મા, તારો ખરે યજમાન, તારો ખરે પ્રાણુસખા કાણું છે તેનું મનન કર, તેનું નિદિધ્યાસન થવા દે, તેનું સૌમ્ય, સાત્વિક અને ઉજજવલ સ્વરૂપ તારાં ચક્ષુમાં સંગ્રહી રાખ, એટલે રાજસી, સુખાભિલાષી, ઢોંગી, નાટકી આત્માના મોહને તું વશ નહિ થાય.
નાટકી ! હા, નાટકી, વેશધારી આત્મા. માણસમાત્ર નટ છે. કેટલાક કહે છે કે, નટનું કામ કઠિન છે, પણ પ્રત્યેક અહર્નિશ એ કાર્ય કર્યા કરે છે ! મિત્ર, બાળક, સ્ત્રી સાથે વાતે કરવામાં મનુષ્ય પિતાના ખરા આત્માનું સ્વરૂપ પ્રકટ કરતા નથી. જે ખરું સ્વરૂપ પ્રકટ કરતો હોત તો આપણે અસંતુષ્ટ શા માટે હોત? સંસારમાં કોઈ પણ બાબતમાં આપણને પૂર્ણ સંતોષ મળતું નથી તેનું એક કારણ એ જ છે કે, આપણે જે કાંઈ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org