________________
૪૫૫
સત્ય સાધન કે સાધ્ય? તે સહજમાં સત્ય ગણી લેશે નહિ. તેનામાં જે વાદ ઉત્પન્ન થશે તે તે તારતમ્ય દષ્ટિએ તેનો વિચાર કર્યા પછી જ નિશ્ચિત મત ઠરાવશે. પોતાના અનુભવ અને ઉપયુક્તપણા પર સત્યનું સત્યત્વ હરાવનારો માણસ મનને ગમે તે ખરું માનશે એમ કહેવાને ન્યાયને આધાર નથી. અહીં એટલું કબૂલ કરવું પડશે કે, એવા પ્રકારની ગેરસમજ થવી સ્વાભાવિક છે. વર્તનના ઉપયોગીપણાના આધારે સદ્વર્તન ઠરાવનાર જનહિતવાદી (Utilitarian) લેકે પર પણ એવા જ પ્રકારને આક્ષેપ મૂકવામાં આવે છે. આપણું મનઃપૂત સમાજેતુ એ સદુપદેશનો પણ જે ખરાબ અર્થ થયો છે તેનું કારણ એ જ છે કે, લેકે ઉપયુક્ત, સમાધાનકારક, મનઃપૂત વગેરે શબ્દોને સંકુચિત ક્ષુદ્ર અર્થ કરે છે. પણ એવો અર્થ કરવા યોગ્ય નથી.
એ પણ કબૂલ કરવાની જરૂર છે કે, સત્યની પરીક્ષા સ્વાનુભવના આધારે કરવી એવું ગૃહીત માનવામાં આવે તો પ્રત્યેક પિતતાના અનુભવ પ્રમાણે સર્વ કઈ બાબતનું સત્વ નક્કી કરશે. પણ એનો અર્થ એ થાય છે કે, સત્ય એ વ્યક્તશઃ ભિન્ન છે અને એકાદ વ્યક્તિના જીવનમાં પણ, પાંચ વર્ષ પર તેને જે સત્ય લાગતું હતું તે કદાચ હવે તેવું નહિ લાગે અને આજે જે સત્ય લાગે છે તે કદાચત પાંચ વર્ષ પછી અસત્ય લાગશે. આ જે સ્વીકારીએ તે અમુક વિધાન સત્ય છે કે અસત્ય છે, એવું સર્વસામાન્ય અને ત્રિકાલાબાધિત વિધાન અશક્ય બને. તેવા પ્રકારનું વિધાન કરવામાં જ આવે અને લેકીને તે રચે, તો પણ તેનો અર્થ એટલે જ રહે છે, એ વિધાન બહુ લોકાને રુચતું છે તેથી તે સામાન્યતઃ સત્યઃ એટલે “સત્યત્વ' બહુ મત પર અવલંબેલું છે. એને નિષ્કર્ષ એટલે નીકળે છે કે, દસ હજાર અશિક્ષિતને અમુક એક વાત ખરી લાગે અને એક વિચારી વિદ્રાન શાસ્ત્રને તે અસત્ય લાગે તો અશિક્ષિતનું કથન સત્ય માનવું અને વિદ્વાને પોતાનો મત પિતાને ઘેર ખરો માનવો. આ આક્ષેપને એટલે જ જવાબ આપી શકાશે કે, હા, સામાન્ય જનસમૂહની ભાષા બહુમતના ધોરણે જ રહેવાની. જ્યારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org