________________
૪૫૪
નીતિશાસ્ત્રપ્રવેશ ઉપોગીપણા પર જ સત્યની મદાર છે એમ કહેનારને શિવાજીનો જન્મ ૧૬૩૦માં થયો હતો એમ કહેવામાં ખોટું શું છે તે કહી શકાશે નહિ.
આનો જવાબ એ છે કે, ઉપયુક્તતાને સંકુચિત અર્થ કરે ન જોઈએ. ઉપયુક્તતા અનેક પ્રકારની છે. ઈદ્રિયસુખ, જીવન કે વ્યવહારની દષ્ટિએ જ જે ઉપયોગી હોય તેને જ ઉપયોગી કહેવું એ બરાબર નથી. જે યોગથી આપણું મનનું, બુદ્ધિનું અને આત્માનું સમાધાન થાય તે પણ ઉપયુક્ત જ છે. ગણિતશાસ્ત્ર કે ઇતિહાસશાસ્ત્ર આપણને પ્રિય હોવાથી એ શાસ્ત્રના સિદ્ધાંત વિરુદ્ધ જે હોય તે આપણને અપ્રિય, અસમાધાનકારક
અને અનુપયુક્ત લાગે એ સ્વાભાવિક છે. એ દષ્ટિએ જોતાં શિવાજીનો જન્મ ૧૬ માં થયાની વાત અસત્ય છે એમ પ્રેમેટીસ્ટ અથવા ઉપયુક્તતાવાદી કહી શકશે. જે પૂર્વના જ્ઞાનથી કિના ભવિષ્યમાં થનારા જ્ઞાનથી વિસંગત છે તે અનુપયુક્ત છે માટે જ અસત્ય છે એમ કહેવામાં શો દોષ છે ?
કદી કદી બીજ એક એ આક્ષેપ સંભળાય છે કે, જે વિચારને ખરો માનીને ચાલવાથી આપણું મન અધિક સમાધાન પામતું હોય તેને સત્ય કહેવામાં આવે છે જેના મનને જે લાગે તે સત્ય એવું કહેવાનો પ્રસંગ આવશે અને પ્રત્યેકનું સત્ય ભિન્ન ભિન્ન થશે. અર્થાત સત્યને અચળત્વ રહેશે નહિ. પણ વિચારતે જણાશે કે, સમાધાન કે સુખની સંકુચિત વ્યાખ્યા થાય તે જ એ આક્ષેપને આધાર મળે છે. સાધનવાદી કદી કહેતા નથી કે મનને લાગે તે સત્ય. તે તો કહે છે કે, મનને પ્રથમ દર્શને એકાદ વાત ખરી લાગે; પણ અનુભવમાં આવતી બીજી વાત જે જુદી પડતી હોય તે પૂર્વના અનુભવ અને નવીન વાતના ઉપગીપણાની તથા સમાધાનકારકતાની દૃષ્ટિએ બંનેને વિચારી તેમાં કઈ વાતને કેટલી ગ્રાહ્ય ગણવી તે નક્કી કરવું. ધાર્મિક કિંવા નૈતિક દૃષ્ટિએ જે આવશ્યક હોય, અત્યંત ઉપયુક્ત હોય, તેની વિરુદ્ધ જતા મતને ઉપયુક્તતાવાદી માણસ અસત્ય સમજશે. તેવી જ રીતે સૌંદર્ય દષ્ટિએ, ઐતિહાસિક દષ્ટિએ, ભૌતિકશાસ્ત્રની દષ્ટિએ તેને જે સત્ય જણાતું હશે તેનાથી વિસંગત રહેતી વાતને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org