SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ય સાધન કે સાધ્ય? ૪પ૧ નહિ હોવાથી – તેને આકાર કે રૂપ નહિ હોવાથી – વસ્તુસ્થિતિને અનુરૂપ કેવી રીતે હોય છે તેની કલ્પના થઈ શકતી નથી માટે અનુરૂપત્ય કિંવા યથાર્થ ત્વનો અર્થ વિશેષ સ્પષ્ટ કરવાની જરૂર છે. ટૂંકામાં સિંહાવલોકન કરીશું તો એ પ્રશ્ન કેમ ઉદ્ભવ્યો અને તેનું મહત્ત્વ શું છે તે સારી રીતે ધ્યાનમાં આવશે અને એ સિંહાવલોકન પ્રશ્નોત્તર રૂપે થશે તે તેને અર્થ સુબોધ થશે. “કાનો પક્ષ ખરે?” એ મૂળ પ્રશ્ન છે. મારે.” “કેમ ?” “ કારણ, મેં તે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ કરી બતાવ્યો છે.” “સિદ્ધ કરી બતાવ્યો એટલે શું? ” સત્યને અનુરૂપ છે એમ મેં બતાવી આપ્યું છે.” અનુરૂપ એટલે શું ?” વસ્તુનું જ સ્વરૂપ હોય તેનું યથાર્થ પ્રતિબિંબ જે જ્ઞાનમાં હોય તે તે વસ્તુનું “અનુરૂપ ” જ્ઞાન.” શક્તિ, જ્ઞાન, ધર્મ, નીતિનું પ્રતિબિંબ કેવું હોય છે?" એ વસ્તુ નથી એટલે તેનું પ્રતિબિંબ પણ નથી.” ત્યારે અનુરૂપત્ર એટલે શું? વસ્તુસ્થિતિને અનુરૂપ એવું જે જ્ઞાન તે સત્ય, એ વાત કબૂલ છે, પણ “અનુરૂપત્વ કેવી રીતે ઓળખી લેવું ? ” આ પ્રશ્નનો ઉત્તર આપવાનું કઠિન છે. એવા પ્રશ્નની શુષ્ક માથાકૂટ કરવી એ સમયનો અપવ્યય કરવા જેવું છે એમ કહી પ્રશ્ન ટાળી શકાશે. એ સાદા મૂલભૂત શબ્દની વ્યાખ્યા કેણ કેવી કરી શકે ? આપણે પ્રત્યેક શબ્દની વ્યાખ્યા કરવા બેસીએ તે કોઈ પણ પ્રશ્નો અંત આવે નહિ અને અનવસ્થાપ્રસંગ આવે, એમ કહી એ પ્રશ્ન ત્યજી શકાશે. પરંતુ એ યુક્તિને આધાર ગ્રહણ નહિ કરતાં આપણે જરા ઊંડો વિચાર કરીશું. આપણે પ્રશ્ન એ છે કે સત્ય કેવું હોય છે. આ પ્રશ્નને એક એવો ઉત્તર છે કે, સર્વજ્ઞ ઈશ્વરને જ્ઞાનના જેવું જે હોય તે સત્ય જ્ઞાન અને બાકીનું દંભી જ્ઞાન, એટલે વાસ્તવિક રીતે અજ્ઞાન જ. પણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy