________________
નીતિશાસ્ત્ર પ્રવેશ દરકાર હોતી નથી, કલ્પના જ નથી હોતી; તેથી તે એક રીતે સુખી છે, પણ સામાન્ય મનુષ્યને નીતિ-અનીતિને ભેદ સમજાય છે અને અનીતિયુક્ત આચરણ નજરે પડતાં તેને માઠ લાગે છે. છતાં કઈ વાત નીતિમય છે અને કઈ અનીતિમય છે તે પણ કેટલીક વખત સ્પષ્ટ સમજાતું નથી; તેથી તે સમયે તે દુઃખી અથવા સમાધાનશૂન્ય બને છે; અને એવી અસમાધાનની સ્થિતિમાંની જિજ્ઞાસા જ નીતિશાસ્ત્રને પ્રવર્તાવે છે.
કાર્ય કર્યું, અકાર્ય કર્યું – કર્મ શું અકર્મ છે, તે જાણવાના ત્રણ માર્ગ છે એમ ઉપર જણાવ્યું છે. ૧. ધર્મગ્રંથાદનાં વચનોની અર્થમીમાંસા. ૨. એકાગ્ર અને શાંત ચિત્તે કરેલું આત્મનિરીક્ષણ. ૩. અંતઃકરણની પ્રવૃત્તિની સાક્ષી. આપણે જોઈ શક્યા છીએ કે આમાંને પહેલે માગ સર્વની પસંદગી મેળવી શકે તેમ નથી. કેટલાક માને છે કે, ધર્મગ્રંથની આજ્ઞા અનુલ્લંધ્ય અને અવિચારણીય છે; એવી આશા “કેમ” કરી છે તેને વિચાર આપણે કરવાનું નથી. પરંતુ આવું કહેનારાઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે. આધુનિક માણસોને પ્રત્યેક બાબતમાં “કેમ?' એવો પ્રશ્ન કરે યોગ્ય લાગે છે અને તેને સંતેષકારક ઉત્તર મળતું નથી તે તે આજ્ઞાને વશ થવામાં કિંવા તેને રવીકાર કરવામાં નાનમ સમજે છે. નિદાન એટલું તો ખરું છે કે, આજ્ઞાની આવશ્યકતા – સયુક્તિકપણું સમજાય છે તો તેના પાલનથી જે આનંદ અને સંતોષ થાય છે, તે આનંદ અને સંતે એકાદ આજ્ઞાની આવશ્યકતા સમજાવાને સ્થાને અમુક ગ્રંથમાં એમ કહેલું છે, અથવા પ્રભુએ તે અમુક દ્વારા પ્રદર્શિત કરી છે. એવી માન્યતા માત્રથી આચારમાં મૂક્વામાં આવે છે, તે પ્રાપ્ત થતો નથી. અહીં એમ નથી કહેવામાં આવતું કે, આ જ્ઞાના મર્મનું ભાન થયા સિવાય તે સ્વીકારવી નહિ. સદ્ગ છે કે સતપુરુષોની આજ્ઞાને ભક્તિપૂર્વક કોઈ પાલન કરે તો તેમાં પુણ્ય જ છે. પાપ નથી. પરંતુ આપણાં શાસ્ત્રીએ કહ્યું છે કે, ઈશ્વર સાથે પણ આપણે સેવ્ય – સેવક ભાવ નિત્ય હોવો ન જોઈએ, આપણું અને તેનું - જીવશિવનું અક્ય થવું જોઈએ, એકબીજાનું હંગત એકબીજાને સમજાય તો જ સાયુજ્યતા પ્રાપ્ત થઈ શકે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org