________________
* “વૈષય-નૈય-પ્રસંગાત' અને તે પ્રમાણે સારું નરસું ફળ આપીશ. અત્યારથી જ કહી દઉં છું કે, પાછળથી કોઈ પણ જાતની તકરાર ચાલશે નહિ. માટે સંભાળીને ચાલે.” આવી રીતે ઈશ્વરે લોકોને ઈચ્છા સ્વાતંત્ર્ય આપી રાખેલું હોવાથી માણસના પાપ કે પુણ્ય માટે ઈશ્વર જવાબદાર નથી. ઈશ્વર ત્રિકાલજ્ઞ હોવાથી અમુક માણસ અમુક કાળે અમુક પાપ કરશે એ છે કે તેના જાણવામાં હશે પણ તે પાપનું કતૃત્વ તે માણસ તરફ જ રહેશે. ઈશ્વરનું સર્વજ્ઞત્વ અને સર્વશક્તિમત્ત માણસના કતૃત્વથી – ઈછા સ્વાતંત્ર્યથી વિસંગત નથી; કેમકે અમુક એક વાત થવાની છે તે હું જાણતો હોઉં તેટલા પરથી તે “હું જ કરું છું” એવું કંઈ બનતું નથી, કિવા તેને અટકાવવાની મારામાં શક્તિ હોવા છતાં તેનું કર્તવ મને પ્રાપ્ત થતું નથી. તે વાત બનવા દેવાની જવાબદારી માત્ર મારા ઉપર રહે. આ દૃષ્ટિએ જોતાં જગતનાં દુ;ખ કે પાપની જવાબદારી અપ્રત્યક્ષ રીતે ઈશ્વર પર જઈ શકે છે. દાખલા તરીકે, ધારોકે, આધવ્યાધિથી ગ્રસ્ત થયેલે એકાદ મહારગી, આંધળ, પાંગળો માણસ ઈશ્વર આગળ તકરાર કરે છે કે “મને આવું દુઃખ કેમ આપે છે?” ઈશ્વર તેને કહે છે કે, “તે પાપ કર્યું છે તેનું ફળ તને ભોગવવું પડે છે.” મહારોગી કહે છે કે, “આ જગતમાં આવ્યો ત્યારથી જ હું આંધળો પાંગળો છું અને જન્મથી જ આ રોગ પ્રાપ્ત થયેલ છે એટલે મારા પાપનું ફળ કેમ ગણાય?’ ઈશ્વર કહે છે કે, “તે પૂર્વ જન્મમાં પાપ કર્યા છે. ત્યારે તે કહે છે કે, “પાપ કર્યા હશે, પણ તે જ મને એવી બુદ્ધિ કેમ આપી?” ઈશ્વર કહે છે કે, “ના મેં તો તને પૂર્ણ સ્વતંત્રતા આપી હતી.” ઠીક, મહારોગી પુનઃ કહે છે કે, મારા પાપની જવાબદારી હું સ્વીકારું છું પણ જે વખતે તે મને જન્મ આપે તે વખતે તું જણો જ હતો ને કે હું પાપકર્મ કરીશ અને એ પાપને ફળ તરીકે આવો રોગ પ્રાપ્ત થશે અને દુઃખી બનીશ? ત્યારે પાપ કરવામાં મને સ્વતંત્રતા આપવામાં તારી ભૂલ નથી થઈ કે ? પાપનું કર્તાવ મારા તરફ છે અને તેનું
ગ્ય ફળ મને મળે એ બરાબર છે; પણ ઈચ્છા સ્વાતંત્ર્યને હું દુરુપયોગ કરીશ એ બધું તું જાણતો હતો છતાં તે મને એવું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org