________________
નીતિશાસ્ત્રપ્રવેશ માટે કદી પણ ફેરફાર કરતો નથી. અગ્નિમાં, સજજનનો હાથ પડશે તો તે પણ દાઝશે જ. તે સજજન હોવા ખાતર શું ઈશ્વર પિતાને નિયમ બદલશે? ઊલટ પક્ષે દુર્જન સાકર ખાશે તે તે તેને કડવી નહિ લાગે. દુજને આગલા જન્મમાં પુષ્કળ પુણ્ય કર્યા હશે તો તેમનું ફળ તેને મળશે જ. આ દૃષ્ટિએ જોવાથી મને તે કર્મની વિચારસરણું (થીયરી) ડહાપણભરી લાગે છે.
પ્રશ્ન : પણ પૂર્વજન્મ છે એ વાત ખરી છે કે? એ જે સિદ્ધ થઈ શકે તેમ નહિ હોય તે બધી વાત જ મારી જશે ! હું જાણું છું કે, હાલના ઘણા શાસ્ત્રો કહેવા લાગ્યા છે કે, માણસના મરણ પછી પણ તેનો આત્મા છવો હોઈ શકે છે. સર. ઓલીવલેજ, ડબલ્યુ ટી. સ્ટેડ, સર આફ્રેડ રસેલ વોલેસ, વિલિયમ જેમ્સ, ડે. માયર્સ, ડૉ. હોડ્રગસન વગેરે આધુનિક શાસ્ત્રજ્ઞોને “આત્મા મૃત્યુ પછી પણ જીવતા હોય છે” એ તત્ત્વ માન્ય થયું છે. પરંતુ અદ્યાપિ તે અન્ય સુષ્ટિનમ પ્રમાણે નિ:સંશય કેટીનું બન્યું નથી. ઠીક, ધારો કે બન્યું છે, તો પણ શું? હું કબૂલ કરું છું કે, મેં પૂર્વજન્મ પાપકર્મ કર્યા હશે તેથી તેનું ફળ આ જન્મમાં ભોગવવું પડે છે, એ અન્ય સૃષ્ટિનિયમ પ્રમાણે જ કાર્યકારણભાવનો બરોબર વ્યવહાર બને છે; પણ હું પાપ કરીશ એ વાત ઈશ્વર જાણતો હતું કે નહિ? જે તે જાણતો હતો તો તેણે મને પાપ કેમ કરવા દીધું ? પાપના બદલામાં આગળ ઉપર મારે પુષ્કળ દુઃખ ભોગવવું પડશે એ વાત ઇશ્વરની જાણમાં હોવા છતાં તેણે મને પાપ કેમ કરવા દીધું ? તેને મારી દયા કેમ ન આવી ?
ઉત્તર: પાપ કરવું કે ન કરવું તે ઈશ્વરે તમારા સ્વાધીનમાં રાખ્યું છે. તેણે તમને એક વખત કહી રાખ્યું છે કે
ભાઈઓ, સન્માર્ગે ચાલશે તો અમુક ફળ મળશે, ખોટે રસ્તે જશે તો અમુક પ્રકારનું ફળ મળશે. હવે કો માર્ગ રવીકારવો તે તમારી ઇચ્છાને આધીન રાખું છું એ વાત ધ્યાનમાં રાખો. કેમકે તમે જે કંઈ કરશે તેને માટે હું તમને જવાબદાર ગણીશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org