________________
૪૪૫
તે તે
‘ વૈષમ્ય-નૈ ચ-પ્રસ’ગાત્’ અને કેવી જાતનું પાપ કર્યુ. હેવું જોઈએ તેની કલ્પના અશકન્ય નથી. કાઈનું બાળક બાલ્યાવસ્થામાં જ મરણ પામે છે કહે છે કે, ' પ્રભુ, મેં પૂજન્મે કાનું બાળક મારી નાખ્યું હતું કે તે આવી આક્ત નાખી ! ’‘કાઈનું ઘર બળી જાય છે તેા લેાકેા કહે છે કે ગયા જન્મે એણે કાઈનું નુકસાન કર્યુ હાવું જોઈએ ! ' આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું કે, આગળના જન્મમાં કરેલા પાપની ચેાક્કસ ખબર નથી હાતી તાપણ તેની કલ્પના કરી સમાધાન મેળવી શકાય છે અને લેાકેા એ રીતે સમાધાન મેળવે છે પણ ખરા.
પ્રશ્ન : સમાધાન મેળવવાની આ પતિ એટલી બાલીશ છે કે બુદ્ધિમાન માણસનું એ રીતથી કદી પણ સમાધાન થતું હાય એમ મને લાગતું નથી. હું કબૂલ કરું છું કે, હિંદુ કિંવા હિંદી માણસા એવાં વાકય ઉચ્ચારે છે. પણ તે પરથી એટલું જ સિદ્દ થાય છે કે, આપણા લેાકાનાં લેાહીમાંસ કવાદથી એતપ્રેત બનેલાં છે અને જ્યાં યુક્તિવાદથી આપણું સમાધાન થતું નથી ત્યાં કર્મવાદને દાખલ કરી આપણે જેમ તેમ સમાધાન મેળવવાને પ્રયત્ન કરીએ છીએ.
ઉત્તર : ખીજી એક દષ્ટિથી તમારું સામાધાન કરવાને પ્રયત્ન કરીશ, તમારા વેદાંતી પ્રત્યે પ્રશ્ન છે કે, જન્માંતરે કરેલાં પાપપુણ્ય આપણે જાણતા નહેાઈએ છતાં તે માટે શાસન કરવું કે બક્ષીસ આપવી એ ડહાપણ છે કે? આ સંબંધમાં વેદાંતી તરફથી હું એટલું જ કહી શકીશ કે, ઈશ્વર સજ્જન તેના જન્માંતરના પાપકમ બદલ જે દુ:ખ આપે છે તે શાસન તરીકે નહિ પણ કમ`ના ફૂલ તરીકે આપે છે. અગ્નિમાં હાથ નાખવાથી હાથ દાઝે છે. એમાં શાસનને હેતુ હાતા નથી તેવી જ રીતે પાપકમ` બદલ તેનાં ફળ ભાગવાવવામાં શાસનના કંઈ પણ સબંધ નથી. ‘ જેવું ક` તેવું ફળ ' એ નિયમ અન્ય સૃષ્ટિનિયમની માફક જ ત્રિકાલાબાષિત છે અને એ નિયમાનુસાર જ દુર્જન પોતાનાં પૂર્વનાં પુણ્યનાં ફળ તરીકે ઐશ્વય ભાગ પામે છે અને સજ્જન પૂર્વજન્મના પાપ માટે શાક કરે છે, ઈશ્વરે એક વખત જે કંઈ નિયમ સ્થાપિત કર્યાં છે તેમાં તે કાઈ તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org