________________
૪૪૪
નીતિશાસ્ત્રપ્રવેશ ઉત્તર: એ સંબંધમાં વેદાંતી કહેશે કે, તેનું પૂર્વ કર્મ તેને આ જન્મમાં દુઃખ આપે છે. વેદાંતીઓએ એવી ઉપપત્તિ લગાડી છે કે, સજજન દુઃખ ભોગવે છે તે પૂર્વજન્મના પાપકર્મના શાસન તરીકે ભગવે છે અને દુર્જન ઐશ્વર્ય ભોગવે છે તે પૂર્વજન્મના પુણ્યફળ તરીકે ભગવે છે. “કર્મ”ની ઉપપત્તિ વિષે. . .
પ્રશ્નઃ “કર્મની ઉપપત્તિ !” વાહ! કર્મવાદ સંબંધી મારે એટલું જ કહેવાનું છે કે, પૂર્વજન્મમાં કેઈએ જે પાપ કર્યું હોય તેની શિક્ષા તરીકે જે ઈશ્વર દુઃખ આપતો હોય તે પૂર્વ જન્મના પાપનું સ્મરણ હોવું ઇષ્ટ છે. અપરાધની માહિતી વિના શિક્ષા કરવાનો શો હેતુ છે? નૈતિક દૃષ્ટિએ શિક્ષા કરવાના બે હેતુ હોય છે. (૧) ગુનેગારની નીતિ સુધરે અને પુનઃ તે તેવો અપરાધ કરે નહિ અને (૨) તેને શિક્ષા થયેલી જોઈ બીજા લેકે દાખલે લે અને શાસનભયથી તેમની પાપપ્રવૃત્તિ અટકે. પરંતુ જો અપરાધ છે તે કહ્યા વગર જે ન્યાયાધીશ કોઈને ફટકા મારવા લાગે તો તે માણસની નીતિ સુધરે કે ? કિવા લેક તે પરથી શો બોધ લે? પહેલો હેતુ સફળ થવાને ગુનેગારને અપરાધની ખબર પડવી જોઈએ અને બીજો હેતુ સફળ કરવાને અન્યને પણ તેની ખબર પડવી જોઈએ. પૂર્વજન્મના પાપની ખબર નહિ હોવા છતાં આ જન્મમાં શાસન કરવામાં શું નૈતિક ડહાપણ રહેલું છે ? હા, એ ખરું છે કે ત્રીજા એક હેતુથી કે પિતાના શત્રને શિક્ષા કરે છે. એ ત્રીજા હેતુનું નામ “ર” છે. જેણે આપણને દુઃખ દીધું હોય તેને આપણે દુઃખ દેવું, એ ભાવનાથી કેટલાક અપકારનો નિકાલ અપકારથી આણે છે; પણ ઈશ્વરને માટે એવી મુદ્ર ભાવના કલ્પીએ તો ઈશ્વરનું ન્યાયીપણું અને પરમ કૃપાળુપણું ક્યાં રહે? સર્પ સે છે તે લોકોની નીતિ સુધારવા કિંવા લેકે પર દહેશત બેસાડવા, કિંવા તેમના રક્તને સ્વાદ લેવા નહિ; પણ કેવળ તેની પૂંછડી પર પગ દેવામાં આવ્યો તેનું વેર લેવાને જ અંશે છે; પરંતુ ઈશ્વર સર્પ સમાન છે કે?
ઉત્તર : એ વિષે વેદાંતી કહે છે કે, જે કે પૂર્વના પાપની માહિતી માણસને સ્પષ્ટ રીતે નહિ હોય પણ પિતે ક્યા પ્રકારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org