________________
વૈષમ્ય-નૈવૃશ્ય-અસંગત.” ૪૪૧ . જે માણસ સન્માર્ગે ચાલે તે જ ખરે નીતિશાળી. જે સન્માર્ગે જવાથી સુખ મળશે એવી આશાથી સદાચારણ રાખે છે તે એક પ્રકારનો સુખાભિલાષી જ છે એ તત્ત્વ સમજાયા પછી ‘સજજનને ઈશ્વર ઐહિક સુખ આપતો નથી” એ વાતમાં મને કંઈ વિશેષ અયોગ્ય જણાયું નહિ. સજજનને અહિક સુખ આપવાનું વચન કોણે આપ્યું હતું ? અને સુખની આશાથી કરેલું કૃત્ય દામદુપટની શરતે સાહુકારે ધીરેલા કરજની યોગ્યતાએ નથી પહોંચતું કે ? જે પરોપકાર કે સદાચાર સહેતુક હોય તો તે ખરે નથી. અહેતુક હોય તો પછી અહિક સુખની તકરાર શી રીતે થાય ? વળી સત કર્મના બદલામાં સુખ આપવાનું ક્યાં વચન અપાયું છે ?
પ્રશ્ન : તેવાં નિત્સામિપુજીનાં યોગક્ષેમ વાક્યમ્ ! એ પ્રભુનું જ વચન છે ને?
ઉત્તર : હા, તેનું જ છે. પશુ એનો અર્થ તમે જે કરો છો તેથી ભિન્ન છે. નિદાન હું તે જુદો જ અર્થ કરું છું. અને આપણે કેવળ યુક્તિવાદથી વાદવિવાદ ચલાવતા હોવાથી જૂના પુરાણા શાસ્ત્રો શું કહે છે તે જોવાનું પ્રયોજન પણ નથી. અસ્તુ.
સદાચાર રાખવા છતાં દુઃખ પડયું” એવી તકરાર સજજનને ઉચિત નથી અને તેને તે અધિકાર પણ નથી એમ સમજાયું; પણ મારું પૂર્ણ સમાધાન થયું નહિ. એમ જ લાગતું કે, જગતમાં સજજનને જ સુખ આપવું ઇષ્ટ છે. ત્યારે પ્રભુ તેને જ દુઃખ કેમ કરે છે? પરંતુ વિચાર અને અનુભવના અંતે મને સમજાયું કે, સાધુ પુરુષને દુઃખ અનેક દૃષ્ટિએ ઈષ્ટ છે. એક તે દુઃખ અને ટોચણીમાંથી તવાઈ બહાર પાડ્યા પછી કેને તેની ખરી યોગ્યતા સમજાય છે. બીજું એ કે સૌજન્ય સુખકારક છે માટે સારું એવી વસ્તુસ્થિતિ ન હોઈ તે આપણી સદસદ્વિવેકબુદ્ધિને સારું લાગે છે માટે સારું છે એ તત્વ એવા દષ્ટાંતથી લોકોના મનમાં સ્થાન મેળવે છે. આવા પ્રકારના વિચારથી મારા મનનું ઘણું જ સમાધાન થયું, છતાં એક એ શંકા રહી કે, લોકો સજજનને પારખી શકે કિંવા સૌજન્ય સુખને માર્ગ છે એવી ભ્રમણામાં લેકે પડે નહિ તે માટે ઈશ્વર સાધુને યમયાતના ભોગવવાની ફરજ કેમ પાડે છે? શું લેકેને ઉપરોક્ત તત્તનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org