________________
४४०
નીતિશાસ્ત્રપ્રવેશ નીતિમત્તા સુધરતી જાય છે તેમ તેમ એ પ્રશ્ન છૂટતો જાય છે અને છેવટે એટલે સુધી કહેવાની તૈયારી પર આવી જઈએ છીએ કે, “સજજનને દુઃખ થવું જરૂરનું અને ઈષ્ટ છે.” હું નાનો હતો ત્યારે મને લાગતું હતું કે, ઈશ્વર તુકારામ (નરસિહ મહેતા) જેવા ભક્તજનોને દરિદ્રતામાં રાખે છે અને દુષ્ટ રાજાને આશ્વર્ય આપે છે માટે તે મહાન અન્યાયી છે; પણ પછી પછી મને એવું સમજાવા લાગ્યું કે, શ્રીમંતાઈ મળવા માત્રથી સુખ જ મળે છે એવું કંઈ નથી. શ્રીમંત માણસની પ્રકૃતિ બહુધા નાજુક –એટલે ખરાબ – હોય છે. તેને રાત્રે સારી નિદ્રા મળતી નથી. ખરી મૈત્રી કે પ્રેમનું સુખ બહુધા પ્રાપ્ત થતું નથી, સ્પર્ધાનું કલહજીવન જીવવું પડે છે, પૈસા સિવાય અન્ય કંઈ સૂઝતું નથી, બાળકો બહુધા બેવકુફ ઉદ્ધત હોય છે અને પિતાને હિસાબે રાખતાં નથી અને રાજાઓ તો કદી કદી પુત્રના હાથે મૃત્યુ પામે
! 'Uneasy lies the head that wears a crown' એ તત્ત્વનો મર્મ સમજાય ત્યારથી સજજનની દુઃસ્થિતિ અને દુર્જનના એશઆરામ વચ્ચે જે મહદ્દઅંતર જણાતું હતું તે કેટલાક અંશે ઓછું થયું. પછીથી ગરીબી સૌથી ખરાબ નથી એ તત્ત્વ થોડું થોડું સમજાવા લાગ્યું. ગરીબની પ્રકૃતિ પરિશ્રમને લીધે સારી રહે છે, સર્વ માનસિક શક્તિ વિકાસ પામે છે, પ્રેમ, ઔદાર્ય અને ભૂતદયાની કિંમત તેને સમજાય છે, તે અ૫સંતુષ્ટ બની શકે છે અને ઈશ્વરને ભૂલતો નથી વગેરે વાત સમજાવા લાગ્યા પછી સજજન અને દુર્જનની સ્થિતિ વચ્ચેના અંતરનું કોકડું ઘણું જ અંશે ઉકલી ગયું. તોપણ એવી શંકા રહી કે ઈશ્વરે સજનને યોગક્ષેમ સારી રીતે કેમ ન ચલાવવો જોઈ એ ? શ્રીમંત ન હોય તે ભલે પણ દૈન્યતા તે ન જ જોઈએ. આ શંકાએ ઘણા જ દિવસ ત્રાસ આપે; પણ પછી મનમાં એવા વિચાર આવ્યો કે, સજજનને સુખ શા માટે મળવું જોઈએ? શું સુખની આશાથી સજજન સદાચરણ આચરતે હોય છે? અમુક એક કાર્ય સારું, ન્યાયી, નીતિનું હવા ખાતર કરવું કે તે સુખદાયક હોય તે ખાતર? “ગમે તે પરિણામ આવે પણ હું માર્ગ ત્યજીશ નહિ,” એવી ભાવનાથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org