________________
૪૩૪
નીતિશાસ્ત્ર પ્રવેશ પ્રગતિ કરી શકાય છે. પરંતુ અનિશ્ચિતતાથી વર્તનમાં વિસંગતતા આવે છે અને આજે જીવનપાટી પર જે લખાય છે તે કાલે ભૂંસાઈ જાય છે.
ત્રીજું એ કે, નીતિવિષયક અને તત્ત્વજ્ઞાનવિષયક ભળતી જ કલ્પનાથી નીતિનૌકા ગમે તે દિશા તરફ ઘસડાઈ જવાને સંભવ હોય છે. ત્રળ રવા કૃતં વિવેત્ શીખવનાર હેત્વાભાસાત્મક તત્વજ્ઞાન પ્રથમ દર્શને સારું અને ખરું લાગે છે. કારણ ઉપર ઉપરથી જોતાં જગતમાં સુખ સિવાય કિંવા સ્વાર્થ સિવાય અન્ય કંઈ ગ્રાહ્ય જણાતું નથી અને ઈશ્વરનું અસ્તિત્વ, આત્માનું અમરત્વ વગેરે તર્કદષ્ટિએ સિદ્ધ કરી બતાવવાનું કાર્ય કઠિન, અરે અશક્ય જણાય છે. હાલમાં શાસ્ત્રોની પ્રગતિને લીધે અનાત્મવાદને ઘણી જ પુષ્ટિ મળેલી જણાય છે. સર્વ વાતો સૃષ્ટનિયમાનુસાર કાર્યકારણભાવથી બદ્ધ થઈ ની પછ આવે છે; દેવ, ધર્મ વગેરે ઢોંગ કિંવા ઘેલછા છે – કિવા એ શબ્દ પણ કઠેર લાગતું હોય તે ભોળપણ છે વગેરે પ્રકારના વિચાર ઘણાના મનમાં આવી જાય છે. મનમાં ઉપસ્થિત થતા આવા પ્રકારના વિચારની અનેક શાસ્ત્રના આધારે ચર્ચા કરવામાં ન આવે તો માણસની નીતિ છે તેવી જ રહેવી અશક્ય છે. એમ શા ઉપરથી કહી શકાય કે તાત્વિક કુક૯૫નાની છાયા વ્યવહાર પર નહિ પડે? કુકલપના તે શું પણ સાદી સંશયાત્મક વૃત્તિથી સુધ્ધાં વ્યાવહારિક નીતિમાં ફેરફાર થાય છે. અર્જુનને સંમેહ થવાથી તેના ક્ષાત્ર કર્તવ્યને બાજુએ રહેવાનો વખત આવ્યો હતો કે નહિ? નૈતિક તત્ત્વનું જ્ઞાન થવાથી નૈતિક આચરણ થશે જ એમ કહી શકાતું નથી, પરંતુ નૈતિક ઊહાપોહ કરી તત્ત્વને નિશ્ચિત કે સ્થિર કરવાથી અપ્રત્યક્ષપણે ફાયદો થાય છે. નીતિવિષયક ઊહાપોહમાં પ્રત્યક્ષ નીતિ પ્રવર્તક નથી. તે પ્રેરકત્વ તો પ્રેમ અને અન્ય મનોવૃત્તિમાં છે. પણ જ્ઞાનથી નીતિતત્વનો નિશ્ચય કરી શકાય છે અને જે મને વૃત્તિ માણપને ગમે તેવા માગે ખેંચી જતી હોય છે તે આ જ્ઞાન તેને ઇશારે આપી શકે છે. જીવનરૂપી રથનું વાહકત્વ મને વૃત્તિ પાસે છે અને સારણ્ય જ્ઞાન પાસે છે. સારશ્ય કરનાર રથ ખેંચી શકતા નથી તેટલા ખાતર તે નકામો ઠરતો નથી!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org