________________
૪૩૪
નીતિશાસ્ત્રને ઉપયોગ સ્વભાવ, ટેવ, શિક્ષણ, શ્રેષ્ઠ જનનાં દષ્ટાંત, તાત્વિક મત વગેરે પર આધાર રાખે છે. એમાં નીતિશાસ્ત્રાધ્યયનથી પ્રકૃતિ સ્વભાવ બદલાવો કઠિન હોય છે. પરંતુ અમુક એક મનોવૃત્તિ કિંવા ઈદ્રિયભ ખરાબ હેવાનું બુદ્ધિને સમજાય છે અને માણસ તે વિષે વારંવાર વિચાર કરવા લાગે છે તે ઇન્દ્રિયનું દમન કરવા તરફ તેની પ્રવૃત્તિ થવા લાગે છે. ટેવ, માતાપિતાની અને અન્ય ગુરુજનોની પદ્ધતિ તથા ઉદાહરણ પર ઘણું અંશે અવલંબી રહેલ હોય છે. તથાપિ તે પણ વિવેકથી બદલી શકાય છે. ચારતિ
છતત્તવેતો નન: એ કે સામાન્યતઃ ખરું છે, પણ પ્રત્યેક માણસને સત અને અસત વિષે વિવેક કરવાની બુદ્ધિ તથા સ્વમત પ્રમાણે ચાલવાની શક્તિ અપાયેલી હોય છે. શ્રેષ્ઠ જન કહેશે તે જ પ્રમાણે માણસ વર્તશે કિંવા વર્તે છે કિંવા તેણે વર્તવું જોઈએ એમ કંઈ નથી. કેમકે કેટલાક વ્યાવહારિક “છ” પ્રત્યેક બાબતમાં સદા સર્વદા શ્રેષ્ઠ હોતાં નથી. સુસંસ્કૃત માણસ બનતા સુધી વિચારપૂર્વક વર્તવાનો પ્રયત્ન કરે છે. તે પિતાના મન સાથે નિશ્ચય કરે છે કે, અમુક એક મારું ધ્યેય છે, અમુક રીતે વર્તવાને પ્રયત્ન કરીશ. કેટલીક વખત આ નિશ્ચય હરેક તરેહની વિષયેચ્છાને લીધે ડગમગે છે એ જો કે ખરું છે, પણ એ ઉપરથી જન્મસાફલ્ય શામાં છે, ખરું ધ્યેય ક્યું હોવું જોઈએ, કેવા વર્તનથી આત્મપ્રાપ્તિ થશે વગેરે નીતિશાસ્ત્રતર્ગત વાતોનું જ્ઞાન નિરુપયોગી ઠરતું નથી. કારણ, જ્ઞાન મનોવૃત્તિરૂપી અશ્વને માટે લગામ જેવું છે.
બીજું એ કે જીવનનું ધ્યેય કે નૈતિકતા નિશ્ચિત નથી હતું તે આજે એક અને કાલે બીજું, એવી છૂટછાટ માણસના વર્તનમાં દષ્ટિએ પડે છે. અમુક સ્થાને જવાનું છે એ જે પ્રવાસીએ નક્કી કરેલું નથી હોતું, તે પ્રવાસી નકામો ગમે ત્યાં રખડી કાળ અને વ્યને અપવ્યય કરે છે, તેવી જ રીતે જીવનનું કર્તવ્ય શું, પુરુષાર્થ શામાં છે, નીતિનું બીજ શું, કાર્ય અકાર્ય કેવી રીતે કરે છે વગેરે બાબતમાં જે નિશ્ચિત મત બાંધતા નથી તે જીવનને અપવ્યય કરે છે. પિતાનું સુખ, આત્મપ્રાપ્તિ, સ્વહિત, પુષ્કળનું પુષ્કળ હિત, મોક્ષ, એમાંથી ગમે તે મત નિશ્ચિત થયા પછી તેની પ્રાપ્તિનો માર્ગ સુલભ થાય છે અને દિનપ્રતિદિન તે દિશામાં
૨૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org