________________
૪૨૧
નીતિશાસ્ત્ર પ્રવેશ આનંદાત્મકતાને અનુભવ લઈ તેઓ આત્મસંતુષ્ટ સ્થિતિમાં ઐહિક જીવનયાત્રા યાત્રાળુની માફક અનાસક્તપણે કરે છે. તેમને આ આત્મપ્રસાદ ભ્રમમૂલક છે કે ન છે પણ તેના અસ્તિત્વને કંઈ અસ્વીકાર થઈ શકે તેમ નથી.
એ આત્મપ્રસાદનું નૈતિક મૂલ્ય શું છે એ પ્રશ્ન જુદો છે. ગાંજો, અફીણ કે દારૂ પીને પણ કેટલાક નશાથી પ્રસન્ન થઈ સ્વર્ગસુખ અનુભવે છે; એમના આત્મપ્રસાદને અને તુકારામ (નરસિંહ મહેતા) જેવાના આત્મપ્રસાદને એક જ પંક્તિમાં ગોઠવવા કે કેમ? તુકારામ (નરસિંહ મહેતા)ની પ્રભુ સાથેની વાતને ગાંડપણ ગણવું કે? કઈ ગમે તે કહે, પણ એ ગાંડપણમાં ઘણું જ શાણપણ હતું એમાં કંઈ જ શંકા નથી. તુકારામ (નરસિંહ મહેતા)ને ગાંડા કહેવા હોય છે તેમ કહે પણ એ ગાંડપણે ઈદ્રિયવિજય શીખવ્યો, ઐહિક સુખ કરતાં પરમાર્થિક સુખ પર વિશેષ પ્રેમ ઉત્પન્ન કર્યો, સ્વાભિમાનની દીક્ષા આપી, ધનવાનોની દરકાર નહિ કરનારું મને વૈર્ય આપ્યું અને એકંદરે તામસ તથા રાજસપણાનો નાશ કરી સાત્ત્વિકતાને પિષી એ વાત નિર્વિવાદિત છે. હા, તેમની સંસારવિરક્તિને કર્તવ્યગ્રુતિનો ડાઘ છે એમાં કંઈ શંકા નથી. પણ તે પાપી હતા એમ તો નહિ જ કહી શકાય. સંસાર અસાર છે કિવા નિદાન પોતાનો સંસાર અસાર છે એવી તેમની કલ્પના હોવાથી કિવા અન્ય કારણથી તેમનું વ્યવહાર તરફ જેટલું લક્ષ હેવું જોઈએ તેટલું ન હતું. પણ એ મત કિવા અન્ય કોઈ બાબતનો દેષ છે; શીલ કિવા નીતિ નથી. મનની દુર્બળતા, કે આળસથી જેઓ સંસારને વ્યવસ્થિત બનાવતા નથી તેઓનો નૈતિક દેષ ગણાય; પણ તેમને તે વિશ્વ એ જ કુટુંબરૂપ લાગતું હોવાથી અને એવા જ અન્ય કારણથી તેમને પોતાના અંગત સંસાર પરથી લલ ઊડી ગયું હોય એટલે એમાં કંઈ નૈતિક દૃષ્ટિએ દેષ નથી.
- ભક્તિમાર્ગમાં જે અનેક ખાંચા છે તેમને એક જણાવી ગયા છીએ તે એ છે કે, સ્નાન, સંધ્યા, ટીલાં, ટપકાંને વ્યર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org