________________
૪૨૩
જ્ઞાન, કર્મ ભક્તિ અને યોગ થતા સુધી તે પોતાની બુદ્ધિ પ્રમાણે જ સારું નરસું ઠરાવવાના. તેમને માટે બીજો માર્ગ જ નથી. અર્થાત જ્ઞાની માણસ જ્ઞાનપ્રાપ્તિ બાદ અમુક રીતે ચાલશે તે પોતાને સારું લાગશે અને અમુક રીતે ચાલશે તે પિતાને ખરાબ લાગશે એમ તે કહે તેમાં બેટું શું છે? હાલના સામાન્ય સુસંસ્કૃત માણસને એમ લાગે છે કે, પૂર્ણજ્ઞાન – બ્રહ્મજ્ઞાન – થયું એટલે માણસના કર્તવ્યની સમાપ્તિ થાય છે એવું કંઈ નથી. પછી કંછી કર્તવ્ય તેને માટે રહે છે જ.
જ્યાં સુધી જગતમાં અજ્ઞાન, વ્યસન, દુઃખ, સંકટ, મોહ, લુચ્ચાઈ જુલમ વગરે છે ત્યાં સુધી કઈ પણ કર્તવ્યમુક્ત નથી. જ્ઞાનામોક્ષ-જ્ઞાનપ્રાપ્તિ થતાં જ મુક્તિ પ્રાપ્ત થાય છે એ ખરું છે, પણ મુક્ત એટલે કર્તવ્યથી મુક્ત એમ નહિ પણ કર્મબંધનથી મુક્ત. પરહિતાર્થે કરેલા કર્મથી પિતાને લાભ થાય એવી લુચ્ચાઈયુકત અંતઃસ્થ ઈચ્છા હોય તો તે કમબંધક થાય છે; કિંવા ફળપ્રાપ્તિ વિષે વધારે પડતી આસક્તિ કિવા દુરાગ્રહ કે અહંતા હોય તે તે પણ બંધક થાય છે; પરંતુ સુત્ર સ્વાર્થ, લુચ્ચાઈ દુરાગ્રહ, અહંતા વગેરે જ્ઞાન થયા બાદ શક્ય નહિ હોવાથી તેને કોઈ પણ કર્મ બંધક થતું નથી. ઊલટું તે બંધનમુક્ત થાય છે એમ કહેવાનો હરકત નથી. એ અર્થમાં જ્ઞાની સદૈવ મુક્ત છે. તે કર્મબંધનથી મુક્ત છે, કર્તવ્યથી નહિ. લેકેની સમજ એવી છે કે, કર્તવ્યનું બંધન કોઈ બીજો માણસ તેના માથે ગઠવી દે છે, એવું કંઈ નથી. તેનું શુદ્ધ અને ઉદાર મન જ લોકસંગ્રહાયેં તેને કર્તવ્ય કરવા સૂચવે છે. આ કલ્પનાને
ગમાં પ્રમુખસ્થાન નથી, ઊલટું સંસારત્યાગ તરફ જ તેની સામાન્યતઃ પ્રવૃત્તિ છે એમ જણાય છે, માટે હાલના જમાનામાં તાત્ત્વિકદષ્ટિએ પણ યોગમાર્ગ વિશેષ માન્ય થવાનો સંભવ નથી.
ભક્તિમાર્ગ ભક્તિમાર્ગથી છેવટે આત્મપ્રાપ્તિના મંદિરે પહોંચવાનું છે, એ દષ્ટિએ એ માર્ગ કંઈ અપ્રશસ્ત નથી. માત્ર મનમાં હમેશાં બેય જાગ્રત રાખવું જોઈએ. નહિ તે સાધ્ય કરતાં સાધનનું જ જોર વધીને અનર્થ થાય. એ બેય આત્મપ્રાપ્તિનું છે. ભજન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org