________________
૪૧૯
જ્ઞાન, કર્મ, ભક્તિ અને વેગ
ભક્તિ અને વેગ યોગ એટલે પાતંજલગ, એ એક વિશિષ્ટ પ્રકારનું કર્મ છે. હઠયોગ અને પાતંજલગ એ એક નથી. પૂજન, અર્ચન, ભજન વગેરે ભકિતમાર્ગીય કર્મની જાતિ તદ્દન જુદી છે. નૈતિકદષ્ટિએ તેની ગ્યતા કેટલી છે, આત્મપ્રાપ્તિ અર્થે પ્રત્યેકને ઉપગ ક્યાં કેટલો થાય છે વગેરે પ્રશ્નોને હવે વિચાર કરીશું.
હઠયોગનાં આસને કિંવા અવયવનિયમનના પ્રકારથી નીતિમત્તા સુધરે છે જ એવું કંઈ નથી. એક પગ પર માણસ ચાર ચાર મહિના ઊભો રહે કિવા આઠ આઠ કલાક ઝાડ પર ઊંધે માથે લટકી રહે, કિંવા ખીલાની શય્યા પર પડી રહે, કિંવા એવાં જ શરીરકલેશી કર્મ કરે તેટલાથી તે ખરે આત્મનિગ્રહી અને નીતિમાન બનતો નથી. ઉચ્ચ નીતિમત્તામાં ઈયિનિગ્રહ આવે જ છે. પરંતુ પ્રત્યેક ઇંદ્રિયનિગ્રહ ઉચ્ચ નીતિમત્તાના નિદર્શક સ્થાને છે એવું કંઈ નથી. પૈસા મેળવવાના ઉદ્દેશથી જે અંગૂઠા પકડી આડે રહે છે તેણે કમરના હાડકાં પર જીત મેળવેલી છે એમ કહી શકાશે, પણ તેનું મન લેભને વશ હોય છે. મસ્તકમુંડન માત્રથી જેમ કેઈ ખરે સંન્યાસી બની જતું નથી તેમજ એકાદ ઈદ્રિયમાં અત્યંત કલેશ સહન કરવાની શક્તિ લાવવાથી કેઈ આત્મનિગ્રહી બનતો નથી. અંગૂઠા પકડી આખો દિવસ આડા રહેવું કિંવા અન્ય કોઈ વિલક્ષણ આસન કરવા માત્રથી સર્વ ઈદ્રિય સ્વાધીન થઈ છે એમ સિદ્ધ થતું નથી. ઠીક, સર્વ ઇકિયોનો વ્યાપાર બાહ્યતઃ નિયમિત કરવાની શક્તિ આવેલી હોવા છતાં કેટલાક મનથી વિષયોપભોગનું મનન કરતા હોય છે. ગીતામાં કહ્યું છે કે –
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥
ઘણા હઠયોગીઓ એવા મિથ્યાચારી હોય છે. કદી કદી તેઓ નૈતિક દૃષ્ટિએ સામાન્ય માણસ કરતાં પણ નીચ હોય છે. કવચિત પ્રસંગે તેઓ કામક્રોધાદિ પરિપના સ્વાધીનમાં અન્ય સામાન્ય માણસની માફક જ હોય છે. સામાન્ય માણસ અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org