________________
૪૧૮
નીતિશાસ્ત્રપ્રવેશ ખરાબ લાગ્યું. નિવીય જ્ઞાનની વાત પણ એવી જ છે. પતિવિરહી હતાશ અબલાનું લાવણ્ય અને ઉત્સાહહીન તથા કર્તુત્વશૂન્ય માણસનું જ્ઞાન એ બને સારા વિધૂરી તિથૌવના મિની વગેરે માનસિક શૂળની જોડે મૂકવા જેવાં છે.
નિવી જ્ઞાન જેમ શોચનીય છે તેમજ સત્સંગતિહીન સતકર્મશુન્ય જ્ઞાન નીરસ છે. ગ્રીક તત્ત્વવેત્તા એરિસ્ટોટલે જ્ઞાનેગી વિષે કહ્યું છે કે, માણસને પૂર્ણ ન થાય તો પણ સતસંગતિની જરૂર તે રહેવાની જ. સતસંગતિ ન હોય તે કંઈ અટકી પડે નહિ; પણ એક પુષ્પની નજીક અન્ય પુષ્પ લાવવાથી જેમ ઓર જ છટા આવે છે અને પ્રત્યેકનો વાસ તથા પ્રત્યેકનું સૌંદર્ય અધિક ખૂલે છે તેમ અનેક સજજનના સમાગમની ખૂબી ન્યારી જ છે. મહાજનોએ સત્સંગની વારંવાર મહત્તા ગાઈ છે અને પ્રભુ પાસે તેમણે તેની જ યાચના કરી છે. સજજન ગુફામાં એકલા પડી રહેવાનો પ્રસંગ આવવાથી રડવા બેસવાનો નથી કિંવા તે ત્યાં ફિક્કો પડશે એમ પણ કહેવાય નહિ. પુષ્પ જંગલમાં રહીને ત્યાં જ કરમાઈ જાય તેથી તેની યોગ્યતા કંઈ ઘટી જતી નથી. એકાદ પુખને વનવાસ સ્વીકારવો પડે કિંવા તે સ્વીકારે એ કંઈ પાપ નથી; પણ તે વનવાસી પુષ્પને એકાદ વખત સજાતીય પાસે જઈને સાત્વિક સંગતિને લાભ લેવાની વૃત્તિ થતી નહિ હોય કે? તેવી જ રીતે તેની સુવાસ જંગલમાં વાયુ સાથે ઊડી જાય, ભ્રમરને પણ ઉપયોગી થાય નહિ તો તેથી તેના આત્માનંદમાં અણુમાત્ર પણ ઊણપ જણાશે કે નહિ? પુષ્પ વિચારવંત હશે તે પ્રભુને દોષ આપશે નહિ અને પિતાને પણ દોષિત નહિ માને. તેમાં કાઈનો કંઈ દેખ નથી. વનમાં રહેવા છતાં તે આમાનંદમાં ડોલ્યા કરશે. આ બધું ખરું છે તો પણ આત્માનંદન ઊભરે તે દેવના ચરણમાં અન્ય પુષ્પ સાથે સ્થાન મેળવનાર પુષ્પને જ પ્રાપ્ત થશે એમાં કોઈ શંકા નથી.
કર્મનું – સાત્વિક કર્મનું પણ વ્યર્થ ધાંધલ મચાવવામાં - કંઈ અર્થ નથી. જ્ઞાન સિવાય કર્મ આંધળું છે તે ધ્યાનમાં રાખવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org