SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ નીતિશાસ્ત્રપ્રવેશ કર્મમાં પરિણત થાય છે. પ્રથમ લેકની મદદથી તરતાં તરતાં કાલાંતરે જેમ આપણે વિનાસહાયે તરતાં શીખીએ છીએ, તેમજ પરે પદિષ્ટ સતકર્મ કરતાં કરતાં આપણને તેનું રહસ્ય સમજાય છે. એ રહસ્ય સમજાય છે, એ માલિંક બુદ્ધિ પ્રાપ્ત થાય છે એટલે તે જ કર્મ અધિક યશસ્વી, તેજસ્વી અને આનંદદાયક બને છે. તરવામાં પ્રવીણ થયેલા માણસનું શાંતિયુક્ત તરવું અને શિખાઉ તરનારનું ગભરાટયુક્ત તરવું એ. બંનેના તરવામાં જેટલું તફાવત છે તેવા જ પ્રકારનો તફાવત જ્ઞાનવાન કમંગીના અને અલ્પજ્ઞાની કર્મયોગીના સતકર્મમાં છે. પણ એને અર્થ એ નથી થતો કે, પૂર્ણ જ્ઞાન થયા સિવાય સતકર્મ કંઈ ઉપયોગના નથી. જ્ઞાનસાધન તરીકે તે અતિ ઉપયોગી છે. સારી રીતે તરવાનું આવડતા પહેલાં જેમ પાણીમાં ખળભળાટ કરવો પડે છે; તેમ સંતનું પૂર્ણ જ્ઞાન થવા માટે સતકર્મ– પછી તે ભલેને અલ્પજ્ઞાનયુક્ત હોય – કરવી જ જોઈએ. કેટલાકને વેદાંતનું શાબ્દિક જ્ઞાન પુષ્કળ હોય છે, પણ તે ખરું જ્ઞાન નથી. આચારમાં રહેલું જ્ઞાન જ ખરું જ્ઞાન છે. ગીતાના તેરમા અધ્યાયમાં સાત્વિકજ્ઞાનના લક્ષણનું વર્ણન કરતાં અમાનિત્વમäમિત્વમસિાક્ષાતિરાવમ્ એમ કહ્યું છે. જે દાંભિક છે અને જે આત્મસંયમન નથી કરી શકતે તેને ખરું જ્ઞાન થયું નથી એમ જ સમજવું. દારૂડિયો જાણતા હોય છે કે મદ્યપાન ખરાબ વસ્તુ છે, પણ એનું તેને ખરું જ્ઞાન નથી હોતું. મદ્યપાન ખરાબ એમ ચક્કસ થયા પછી તેનું પાન જ અશક્ય થવું જોઈએ. * अमानित्वमदंभित्वमहिंसाक्षान्तिरार्जवम् । आचार्यापासनं शौचं स्थैर्यमात्मविनिग्रह :॥ इन्द्रियार्थेषु वैराग्यमनहंकार एव च । जन्ममृत्युजराव्याधिदुःखदोषानुदर्शनम् ॥ ......................................... अध्यात्मज्ञाननित्यत्वं तत्वज्ञानार्थदर्शनम् । एतज्ज्ञानमिति प्रोक्तमज्ञानं यदतोऽन्यथा ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy