________________
૪૧૨
નીતિશાસ્ત્ર પ્રવેશ
નિદાન સામાન્ય જનસમાજતે તેમ લાગે છે, એવું સિદ્ધ કરનાર અનેક ઉદાહરણ આપી શકાય તેમ છે.
વળી આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈ એ કે, નિરંતર કિંવા દિવસને ઘણે। વખત ધ ચર્ચો કિવા તત્ત્વવિવેચનમાં ગાળનારા માણસ ધાર્મિક જ હોય છે કિવા તેને બ્રહ્મજ્ઞાન થાય છે જ અથવા તેને આત્મવિકાસ થાય છે અથવા સાત્ત્વિક આનંદમાં તે તરે છે એવું કઈ નથી હેાતું. ધર્મતત્ત્તવિવેચન એક ‘ધર્માચરણ ' નથી. બ્રહ્મચર્ચાથી · બ્રહ્મજ્ઞાન ' થતું નથી. સાત્ત્વિક આનંદ શામાં છે તેનું વિદ્વત્તાભયું વિવેચન કર્યાંથી ઉચ્ચતમ આનંદ પ્રાપ્ત થતા નથી. મિત્ર! સાથે નદીમાં તરવાથી મળતા આનંદ જેમ તરવાના આનંદ વિષે ઓરડીમાં બેસીને વિવેચન કરવાથી પ્રાપ્ત થતા નથી તેમ સચારિત્રને આનંદ કેવળ તે વિષે શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી નથી થતા. આત્મવિકાસ, આત્મજ્ઞાન અને આત્માનંદ જોઈ તા હાય તા જેના યાગથી તે પ્રાપ્ત થાય તેમ હૅાય તે કમ કરવાં જોઈએ, કેવળ તે વિષે શબ્દપાંડિય કરવું કે સાંભળવું ન જોઈ એ. કેવળ મનન કિવા ચિંતનથી એક સાદા ફૂલના સુવાસનું કે ફળના મધુર સ્વાદનું પણ જ્ઞાન થતું નથી તે। પછી ધજ્ઞાન કે બ્રહ્માન`દની વાત Ο શીકરવી. વ્યવહારની વાતેામાં પણ આપણે અનુભવજન્ય જ્ઞાન કેવળ તાત્ત્વિક ઉપપત્તિ કરતાં અધિક મહત્ત્વ આપીએ છીએ તેા પછી ઉચ્ચતર બાબતનું જ્ઞાન સ્વાનુભવ સિવાય — કમ સિવાય પ્રાપ્ત થશે એમ શી રીતે કહી શકાય ? તર્યો સિવાય જેમ તરતાં આવડે નહિ; તેમજ ધર્માચરણ કર્યા વિના ધર્માંતત્ત્વ સમજાય નહિ. ગ્રીક તત્ત્વવેત્તા અરિસ્ટાટલે પેાતાના નીતિશાસ્ત્ર (Ethics) નામના ગ્રંથમાં કહ્યું છે કે, મેં કહેલાં તત્ત્વાની સત્યતા સારા સંસ્કાર પામેલા અને સારું આચરણ ધરાવનાર ગ્રીક માણસ જ જાણી શકશે. ગ્રી}તર કિવા અનીતિથી વનાર માણસ મે કહેલા સદ્ગુની મહત્તા માન્ય કરશે નહિ. તેના આ કથનમાં પુષ્કળ સત્યાંશ છે. બાળપણથી ચેરી કરવાની ગળથૂથી પામેલે ચેર ચેરી કરવામાં પાપ છે' એ તત્ત્વ કબૂલ કરશે નહિ. એનું મૂળ કારણ એ છે કે, સતકર્માં કર્યો સિવાય ‘સત્' એટલે શું તે સમજાય
--
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org