SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગ ૪૧૨ એ જ પ્રમાણે એમાં કંઈ જ શંકા નથી કે જ્ઞાન ગમે તે વખતે આનંદદાયક જ છે; પરંતુ એ જ્ઞાનના ઉપયોગીપણાનું ક્ષેત્ર જિજ્ઞાસાવૃપ્તિ કરતાં જે વિસ્તૃત હોય તો અંધાયાધિ કરું એ ન્યાયે એ જ્ઞાનની સફળતા અધિક હોવા સાથે સ્વાભાવિક રીતે જ તેની પ્રશંસા પણ અધિક હેય. સરોવરનું જળ ગમે તે પ્રસંગે સરોવરને શોભા આપનારું હોય છે, પણ જે સરોવર છલકાઈ જઈને વહેવા લાગે અને ચોતરફની જમીનને લીલીછમ બનાવી દે તે લોકો એ સરોવરના અધિક ગુણ ગાય, તે જ પ્રમાણે જ્ઞાનને કેવળ આત્મસંતોષનું જ સાધન ન સમજતાં અન્યના ઉપયોગ માટે પ્રેમપૂર્ણ સતકર્મ દ્વારા જે તેને હૃદયક્ષેત્રમાંથી વહેવડાવશે તેને લેકે અધિક પૂજશે. જગતમાં રહીને શું કરવાનું છે, જીવનસાફલ્ય શેમાં છે, તેને વિચાર કરતાં જણાઈ આવશે કે, સચરિત્ર શ્રવણ કરવું કિંવા ધર્મતની ચર્ચા કરવી એનું મહત્ત્વ સચારિત્ર કરતાં ઘણું ઓછું છે. માણસને જન્મ કંઈ કેવળ સારાં તનું શ્રવણ કિંવા મનન કરવા માટે જ થયેલ નથી. શરીર કિંવા મનને આનંદ આપનાર કર્મ કરવામાં જીવનનું સાર્થક છે. હા, એ ખરું છે કે, સત્તાનું શ્રવણ, મનન કે વિવેચન પણ એક પ્રકારનું માનસિક કર્મ છે અને તે નિયમિત કાળ સુધી આનંદદાયક પણ બને છે; પરંતુ આ વખત જ્ઞાનશેધાત્મક કર્મ પર અવલંબી રહેવાથી માણસના આત્માને પરિપૂર્ણ આનંદ મળવાને સંભવ નથી; કેમકે માનવપ્રાણી કેવળ જ્ઞાનપ્રિય નથી. તેને પરે પકાર, પ્રેમ, પરિશ્રમ, ક્રીડન, વિનોદ વગેરે વાતો પણ વહાલી છે. પ્રેમાળ માતાને પુરાણશ્રવણ કરતાં સ્વપુત્રનું મુખાવકન વિશેષ પ્રિય હોય છે. તેને કેવળ ધર્મકથાશ્રવણથી આનંદની પરમાવધિ પ્રાપ્ત થવી સંભવનીય નથી. તેવી જ રીતે ઉત્સાહી દેશભક્તને વેદાંત, ધર્મશાસ્ત્ર, ઈતિહાસ, સમાજશાસ્ત્રનાં તની કેવળ શોધ કે ચર્ચાથી જીવનનું સાર્થક થતું નથી લાગતું. તેને દેશહિત અને સમાજસેવાનાં કર્મ કર્યા સિવાય કૃતકૃત્યતા કે સાર્થકતા થયેલી નથી લાગતી. કેવળ જ્ઞાનમય જીવન એ અપૂર્ણ છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy