________________
૪૦
આત્માનું અમરત્વ At first as Death, Love had not been Or been in narrowest working shut Mere fellowship of sluggish moods, Or in his coarsest satyr-shape Had bruised the herb and crushed the grape And basked and battened in the woods.
અરસપરસ પ્રેમ કરનાર વ્યક્તિઓને જો પોતાના અનિત્યત્વ વિષે ખાતરી જણાવા લાગે, પિતાનું અસ્તિત્વ બહુ બહુ તે સે વર્ષ છે એમ તેમને ખરેખર લાગે તે પ્રેમનું સારિવક, ઉત્સાહી, નિઃસ્વાર્થ સ્વરૂપ બદલાવાને ઘણું જ સંભવ છે એ વિષે કંઈ શંકા નથી. હા, એકાદ અલૌકિક માણસ એ હશે કે, તેની વૃત્તિ એવી સ્થિતિમાં પણ સાત્વિક, પ્રેમપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ રહી શકે; પણ હજારો માણસમાં એ એકાદ જ માણસ મળી આવે. બાળક પર પ્રેમ, સ્ત્રી પર પ્રેમ, માતા પર પ્રેમ, મિત્ર પરને પ્રેમ, એ સર્વ કેવળ “માયા” જ હોવાનું નિશ્ચિત થતાં સામાન્ય માણસને જીવનમાં કંઈ રામ લાગશે નહિ. તે કહેશે કે જગત નિરીશ્વર છે, નિદાન તેને નિયંતા સાત્વિક વૃત્તિને નથી અને એવી વૃત્તિ થતાં તેને મંત્રી, દેશાભિમાન, પ્રમાણિકતા વગેરે માયિક લાગશે અને છેવટે કદાચ તે નિરાશાથી આત્મત્યાગ કરવા તત્પર થશે, કિંવા કદાચિત્ પાકે લુચ્ચો મનુષ્ય બની જશે. સામાન્ય માણસને પ્રેમ અનિત્ય, માયિક, ભ્રમમૂલક હવા વિષેને સિદ્ધાંત અસહ્ય લાગે છે. જ્યારે માતાને બાળપ્રેમ કિંવા બાળકનો માતૃપ્રેમ ખરો કિંવા નિત્ય નથી ત્યારે જગતમાં નિત્ય શું છે? કેટલાક કવિઓએ સંસારને નાટકની ઉપમા આપી છે, પણ તે જે ખરેખર જ નાટક જેવો હોય તે કેટલાક કહેશે કે, માબાપ, પતિ પત્ની વગેરે સંબંધ ખરી રીતે ન હોતાં સંસારરૂપી નાટક પૂરું થતાં કઈ કોઈને બાપ નહિ અને કોઈને પુત્ર નહિ કે મિત્ર નહિ, એવા પ્રકારની સ્થિતિ જે થવાની હોય તે જીવવા કરતાં મરવું સારું. ઘણાખરા કહેશે કે માતૃપ્રેમ, બાળપ્રેમ, સ્ત્રી પ્રેમ, મિત્રપ્રેમ વગેરે નાટકી હેવાનું કહેવું તે સેનાને પિત્તળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org