SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ નીતિશાસ્ત્રપ્રવેશ મૃત બાળક પરલોકમાં પણ મળશે એવી આશા હોય છે. તેવી જ રીતે ઘણી પતિવ્રતા વિધવાઓને લાગતું હોય છે કે પિતાને પતિ પરલેકમાં મળશે. દુઃખી માતાને જે કંઈ કહે કે, “બાઈ પરલેક શે અને વાત શી, છોકરે ગયો તે ગ” ત્યારે એમ કહેનાર તેને શત્રુ જેવો લાગ્યા સિવાય નહિ રહે. પ્રત્યક્ષ દેવ આવીને કહે કે, “હે પ્રેમાળ , તારા બાળક ને તારે પ્રેમ જોઈને મને અત્યાનંદ થાય છે પણ ખરું કહું તે હવે તે તને મળવાને નથી – તેની તે રાખેડી થઈ ગઈ છે; બાલકહીન, સખાહીન અને સુખશાહીન થયેલી પતિવ્રતા વિધવાને જે કંઈ સપ્રમાણ કહે કે “બહેન, તમારે પતિ તો બળીને ભરમ થઈ ગયો છે. હવે તેના મેળાપની શી આશા?” તો તે એ માણસને નાસ્તિક કિંવા એ જ કંઈ કહેશે. અને તેનાં સર્વ પ્રમાણ ભૂલભર્યા જણાવશે, કદાચ જે તે પ્રમાણ ખરાં લાગે તે તેને જીવતર નકામું લાગ્યા સિવાય ન રહે અને તે આપઘાત કરી બેસે. કારણ, પછી તેને નિષ્ફર જગતમાં જીવવાની શી જરૂર ? આત્મઘાત મહાપાપ છે, ઈશ્વરને તે વાત પ્રિય નથી' વગેરે વિચાર અને પ્રબળ જીવનાશાને લીધે દિવસ પસાર કરવામાં તેનો તુહે એ હોય છે કે, મોત આવ્યા પછી દુઃખના દિવસ પૂરા થશે અને પુનઃ પ્રિયપતિને મળી દિવ્ય સાત્વિક સુખ મેળવી શકાશે. પણ જે પતિપત્નીને આ સંસારી સંબંધ નદીના પ્રવાહમાં પડેલાં બે લાકડાં જેવો જ હોય તો પછી પ્રેમને ભ્રમ જ કહેવો જોઈએ. કોઈને જો એ ખરેખર એમ જ લાગે કે, પિતે જેના પર પ્રેમ કરે છે તે પ્રિય મિત્ર, પ્રેમી સ્ત્રી, પ્રાણતુલ્ય બાળક વગેરે સર્વ માણસ કાળના પ્રવાહમાં ડૂબી જશે અને પિતાને તેમનું સ્મરણ પણ નહિ રહે તેમજ તેમને પણ નહિ રહે, તે પ્રેમ જેવી વસ્તુને તે ઉપાસક રહે કિંવા પૂર્વ જેવો પ્રેમ તે ધારણ કરી શકે કે કેમ એ વિષે શંકા જ રહે છે. આ સંબંધમાં ટેનિસનનું કવન વિચારવા જેવું છેઃ Ah me, what profits it to put An idle case ? If Death were seen Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy