SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ નીતિશાસ્ત્ર પ્રવેશ કિંવા ઇચ્છા પ્લેટોના ઉપરના પ્રમાણમાં ગર્ભિત છે. તે જ આત્માના અમરત્વના પ્રશ્નને મહત્ત્વ આપે છે, તે જ અમરત્વને અનુકૂલ પ્રમાણે શેાધી કાઢવા પ્રેરણા કરે છે અને તે જ તે પ્રમાણને બહુધા મોહક અને રમ્ય સ્વરૂપ આપે છે. ટેનિસન કવિ જે વખતે કહે છે કે, Love's too precious to be lost A little grain shall not be spilt. તે વખતે તે પણ પિતાના પ્રેમી મનના અભિલાષને – ઉચ્ચ અભિલાષને – તાર્કિક પ્રમાણુનું સ્વરૂપ આપે છે, તથા તેની અધિકારયુક્ત વાણીથી તે ઉચ્ચારાયેલું હોવાથી ઘણાને પૂરતું પણ લાગે છે. અસ્તુ. પ્લેટોનાં કેટલાંક પ્રમાણેની ચર્ચા કરતાં કરતાં આપોઆપ અમરત્વ વિષેનો નૈ તક આકાંક્ષાને અને પ્રેમ વિષયક અભિલાષાને પ્રશ્ન નીકળે છે માટે હવે તેનો વિચાર કરીશું. નૈતિકદષ્ટિએ અને પ્રેમદષ્ટિએ આત્માના અમરવની આવશ્યકતા (૧) નીતિમાન પુરૂષ આખી જિંદગી આત્મોન્નતિ કરવાને પ્રયત્ન કર્યા કરે છે. પરંતુ એ પ્રયત્ન પૂર્ણ રીતે યશસ્વી બનેલો જોવાનું નસીબ ઘણું ચેડાનું જ હોય છે. આ માણસના મરણ પછી તેના આત્માને પણ અત્યંત નાશ થતું હોય તે પછી જગચાલક શક્તિને નૈતિક પ્રયત્નની – એટલે નીતિની પણ કંઈ જ મહત્ત્વતા જણાતી નથી એમ જ કહેવું જોઈએ! (૨) પ્લેટો કહે છે કે, જે સતપુરુષ હોય છે તેમને કદી પણ ઈદ્રિયદાસત્વ રચતું નથી. તે હમેશ ઈદ્રિયદમનમાં રચ્યાપચ્યા રહે છે તથા સુખેચ્છાને દાબી દે છે તથા મારી નાખે છે. એટલે એક રીતે તે શરીરદષ્ટિએ મરણને જ અભ્યાસ કરતા હોય છે. એમ કરવાને હેતુ એ હોય છે કે, મરણ આવ્યા પછી સુખની વાસના રહે નહિ અને આત્માને પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત થાય. પણ મરણ આવતાંની સાથે આત્માની કથા જે સમાપ્ત થતી હોય – મૃત્યુને પડદે પડતાની સાથે આત્માના નાટકને અંત આવતો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy