________________
૩૯૮
નીતિશાસ્ત્ર પ્રવેશ કરીશું; ઊંડા અર્થ તરફ પાછળથી નજર કરી શકાશે. શબ્દને સરળ સીધો અર્થ કરવા જતાં ઉપરના કેટીક્રમને મહેલ ચિકિત્સક બુદ્ધિના એક ધક્કાની સાથે તૂટી પડે છે. આત્માની કલ્પનામાં સજીવત્વને અંતર્ભાવ થાય છે. એનો અર્થ એટલે જ કે જ્યાં સુધી આત્માનું આત્મત્વ નષ્ટ થયું નથી ત્યાં સુધી તે સજીવ છે એવી કલ્પના કરવાની ફરજ છે. આત્માનું આત્મત્વ નષ્ટ થયા પછી
જીવત્વ ક્યાંથી રહે? આત્માની કલ્પનામાં અમરત્વ છે માટે તે અવિનાશી છે એમ કહેવું એટલે મારા સ્વપ્નમાં હું રાજા છું એમ મને લાગ્યું અને રાજાનું નામ આવ્યું એટલે તેની પાસે પુષ્કળ સંપત્તિ હેવી જ જોઈએ તેથી મારી પાસે પણ સંપત્તિ છે એમ કહેવા જેવું છે. (૩) સિવાય ત્રીજું એ કે, આત્મા અને શરીર ભિન્ન છે એમ પ્રથમથી અહીં ગૃહીત ગણેલું છે. આત્મા એ શરીર સિવાય સ્વતંત્ર અસ્તિત્વ ધરાવનારી વસ્તુ છે એમ સિદ્ધ થયા પછી એ વસ્તુ મત્ય છે કે અમર્યાં છે એનો વિચાર કરી શકાશે. પણ શરીર અને આત્માને સંબંધ શો છે, એ બે પદાર્થ પ્રથમ ભિન્ન હોય છે કે નહિ, શરીરની વિશિષ્ટ સ્થિતિમાં તેને સજીવ કિંવા સાત્મ કહેવું કે કેમ, આત્મા ભિન્ન પદાર્થ નથી એ મત ગ્રાહ્ય સમજ કે શરીર આત્માએ ધારણ કરેલું એક વસ્ત્ર છે એ મત ગ્રાહ્ય સમજવો વગેરે પ્રશ્નોનો અદ્યાપ નિર્ણય થયેલ નથી.
પ્લેટોનો સત્તત્ત્વવાદ ” અને તે ઉપરથી કાઢવામાં આવેલાં અમરત્વનાં પ્રમાણને કેવળ દેખીતે અર્થ જ જોતાં બાલિશ પણ સિવાય અન્ય કંઈ દષ્ટિગોચર થતું નથી એમ જેકે આ ઉપરથી સ્પષ્ટ થતું હોય તે પણ જોવેટ વગેરે પંડિતેને એવો મત છે કે એમાં એક પ્રકારનો ગહન અર્થ રહેલું છે. આ મત ખરો પણ છે. જેટ કહે છે કે, લેટાની વિચારપદ્ધતિમાને ગર્ભિત સત્યાંશ સમજવા માટે હાલના કાળના કેટલાક વિદ્વાનોના મુખમાંથી નીકળતા નીચેના કોટીક્રમને વિચાર કરે અને તેની સાથે
પ્લેટોની વિચારપદ્ધત્તિની તુલના કરવી. “જગતમાં જે ઈશ્વર હોય તે આત્મા અમર હો જોઈ એ, કેમકે તે સર્વશક્તિમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org