________________
૩૯૬
નીતિશાસ્ત્ર પ્રવેશ થવા લાગે તે જગતમાં શબ્દોને કંઈ જ અર્થ રહે નહિ અને
ધૈર્ય કે નિત્યત્વનું દર્શન જ ન થાય. આ જગતમાં શુભ વસ્તુ કૃષ્ણ થયેલી જણાય છે, પણ એને અર્થ “શુભ્રત્વ કૃષ્ણત્વ' બને છે એવો નથી. શુભ્ર વસ્તુ પિતામાં પોતાપણું હોય છે ત્યાં સુધી કૃષ્ણત્વ અંગીકાર કરતી નથી. શુભ્ર વસ્તુનો નાશ થયા પછી જ તેનામાં કૃષ્ણ વસ્તુ દેખાવા લાગે છે. તેવી જ રીતે કૃષ્ણ વસ્તુ શુભ્રત્વને સ્થાન આપતી નથી. કોલસો જ્યાંસુધી કેલસે છે ત્યાંસુધી કાળે જ રહેશે, તેને અતિશય દાબ આપવામાં આવશે તો (રસાયનશાસ્ત્રી કહે છે કે, તે ચકચકિત હીરે બનશે; પણ તે વખતે કોલસાનું કેલસાપણું નાશ પામેલું હશે. જ્યારે ઐહિક વસ્તુની આવી સ્થિતિ છે ત્યારે સત્તત્વલકને સત્તત્ત્વની વાત જ શી કરવી ? કૃત્વ હમેશ કૃષ્ણત્વ જ રહેશે, સજીવત્વ સજીવત્વ જ રહેશે, મૃતદેવ મૃતત્વ જ રહેશે વગેરે વગેરે.
(ઈ) માણસ જીવંત હોય છે તેને અર્થ આપણી ભાષામાં એવો થાય છે કે, તેનામાં સજીવત્વ હોય છે. આ સજીવ શાથી આવે છે? આત્માથી. આત્માની કલ્પનામાં સજીવત્વ ધર્મને અંતર્ભાવ હોય છે તેથી જ સાત્મત્વ એટલે સજીવત્વ એ અર્થ થાય છે. અર્થાત સજીવત્વ કદી મૃતત્વ બની શકતું નથી એ એક સિદ્ધાંત અને આત્મત્વમાં સજીવત્વને સમાવેશ થાય છે એ બીજે સિદ્ધાંત માન્ય કર્યા પછી “આત્મા કદી પણ મૃતત્વને અંગીકાર કરે નહિ ” એ અનુમાન માન્ય કરવાની અનિવાર્ય ફરજ રહે છે.
સત્તત્ત્વવાદના આધારે અમૃતત્વ સિદ્ધ કરવા ઇચ્છનાર આ કાટીક્રમ વિષે વાચકના મનમાં ઘણા આક્ષેપ ઉદ્દભવ્યા હશે. (૧) કૃષ્ણત્વ, લધુત્વ, ગોત્ર ઇત્યાદિ અમૂર્ત ધર્મને મૂર્ત સ્વરૂપ આપી તેનું એક ઉચ્ચત્તમ અને શુદ્ધત્તમ નવીન જગત બનાવવું, એ
પ્લેટોના કવિત્વને ભૂષણસ્પદ હશે; પણ એમાં તાત્વિક સત્યતા નથી એટલું કબૂલ કરવું જોઈએ. કૃણત્વ, ગોત્ર, અશ્વત્વ વગેરે ધર્મોનું ભિન્ન ભિન્ન વસ્તુમાં અસ્તિત્વ છે, પણ તે વિના તેનું અસ્તિત્વ નામમાત્રમાં ખરું છે, એવું માનનાર એક યુરોપિયન તવવેત્તાને સંપ્રદાય છે તે એ વાદને નામમાત્ર સત્યવાદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org