SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ નીતિશાસ્ત્ર પ્રવેશ અજીવન કિંવા જીવિતેતર વાત. કઈ પણ સજીવ વસ્તુ ઉત્પન્ન થતા પૂર્વે તેને અભાવ હોવો જોઈએ, એનો અર્થ પ્રથમ મરણ જોઈ એ, એવો નથી. પ્લેટોના ઇતરેતરાત્પત્તિવાદમાં આ ભેદ ધ્યાનમાં લીધેલ જણાતું નથી. (૨) પ્લેટ કહે છે કે, જે મરણથી જીવોપત્તિ ન થાય તો ક્રમે ક્રમે જગત પર મરણની છાયા પડી જશે! પ્લેટોના કથનનો અર્થ એ છે કે, સજીવ વસ્તુ ક્રમે ક્રમે મરણ પામે અને નવીન ઉત્પન્ન થાય નહિ તો કાલાંતરે સર્વ સજીવ વસ્તુ મરણ પામે અને જીવંત વસ્તુ જ રહે નહિ. પણ મરણ પામેલ.માંથી સજીવ વસ્તુ નિર્માણ થાય છે એ તત્ત્વ અમાન્ય કરવાથી 'નવા સજીવ વસ્તુ જગતમાં ઉત્પન્ન થતી જ નથી” એવું માન્ય કરવા જેવું બનતું નથી. એક સજીવ વસ્તુ મરણ પામવાથી અન્ય ઉત્પન્ન થતી હોય તો તે બસ છે. તે મૃતમાંથી જ ઉતપન્ન થવી જોઈ એ એવું કંઈ નથી. જીવશાસ્ત્ર (Biology)ની દષ્ટિએ જીવમાંથી જ જીવ ઉત્પન્ન થાય છે. બક વગેરે કહે છે કે નવમાંથી સજીવ ઉત્પન્ન થઈ શકે છે, પણ તે સિદ્ધ થયું નથી અને એ સિદ્ધ થાય તો પણ તેની વાત ખરી ઠરતી નથી. નિર્જીવમાંથી જીવપત્તિ થઈ શકે છે, એમ કહેનારો માણસ “જોત્પત્તિ મૃતમાંથી થઈ શકે છે” એ સિદ્ધાને માન્ય નહિ કરે. મૃત અને નિર્જીવની વ્યાપ્તિ એક નથી. સ્મરણવાદ પર કિવા ઈતરેતરાત્પત્તિવાદ પર આધાર રાખવાથી અમરત્વ સિદ્ધ કરવાનું કામ પૂર્ણ થતું નથી, એમ જે એ પિતાના ખિસ્સામાંથી પિતાનો પ્રિય સત્તવવાદ (Doctrine of Ideas) કાવ્યો છે. તેને લાગતું હતું કે રાની મદદથી પિતાના સિદ્ધાંતની લોકોને ખાતરી આપી શકાય તેમ છે. આ સત્તત્ત્વવાદનું અને તે પર રચાયેલા અનુમાનાત્મક મહેલનું ને અનુસરીને જ આરંભમાં વર્ણન કર્યા પછી એ મહેલને પગે! મજબૂત છે કે નહિ તેને વિચાર કરીશું. (અ) પ્લેટો કહે છે કે, ગાયમાં “ગોવ” હોય છે માટે તે ગાય બને છે, અશ્વમાં “અશ્વત્વ હોય છે માટે તે અશ્વ થાય છે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005588
Book TitleNitishastra Pravesh
Original Sutra AuthorN/A
AuthorGordhandas Kahandas Amin
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1937
Total Pages606
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy