________________
આત્માનું અમરત્વ પ્રશ્ન ખૂબીપૂર્વક પૂછવામાં આવે તે તેને કંઈ પણ સમજાવવાની જરૂર પડ્યા વગર તેની પાસેથી ભૂમિતિના સર્વ સિદ્ધાંત આકૃતિની સહાયથી ધીમે ધીમે કઢાવી શકાય – આ જ્ઞાન આપણે તેને એકાદ બક્ષિસની માફક નથી આપતા, પણ આપણા પ્રશ્નથી તેને તેનું સ્મરણ માત્ર કરાવીએ છીએ !
આ કોટીક્રમ હાલના વખતમાં રૂચે તેમ નથી; એટલું જ નહિ પણ ઘણાને છકરવાદી લાગશે; પરંતુ કહેવું જોઈએ કે તેમાં સત્યાંશ પણ છે. સત્યાંશ એ છે કે, માનવપ્રાણીને જે જ્ઞાન થાય છે તે પ્રાપ્ત કરવામાં એક પ્રકારની વિશિષ્ટ પાત્રતાની જરૂર પડે છે એ તત્વ આ કોટીક્રમમાં સમાયેલું છે. “જ્ઞાન” વસ્તુ પ્રત્યેક વસ્તુ માત્રને પ્રાપ્ત થવા જેવી નથી. દાખલા તરીકે મારી તરફ રહેલી દીવાલ કિવા સામેના દર્પણને જ્ઞાન વસ્તુ અપ્રાપ્ય અને અગમ્ય છે. કેટલાક કહે છે કે પશુપક્ષીને પણ તે અપ્રાપ્ય છે. “સામે ખાડો પડ્યો છે” એ સાદી વાત પણ સમજવાની પાત્રતા નજીકના દર્પણમાં નથી. તેમાં ખડિયાનું પ્રતિબિંબ પડે છે પણ ખડિયો છે' એવું જ્ઞાન તેને નથી હોતું. માણસની ઇંદ્રિયો પર આઘાત થાય છે એટલે તેનું તે તે ઈથો દ્વારા જ્ઞાન થાય છે એમ આપણે કહીએ છીએ અને વાતને જ્ઞાનનું કારણ સમજીયે છીએ. પરંતુ જેમ તાળી એક હાથે વાગતી નથી તેમ જ્ઞાન પણ કેવળ બાહ્ય વિષયના આઘાતથી થતું નથી. આઘાત થયા પછી તેનું રૂપાંતર કરનારી શક્તિ કિવા પાત્રતા નહિ હોય તે જ્ઞાનદષ્ટિએ ખાધાત વિફલ કિંવા વંધ્ય ઠરશે. દાખલા તરીકે, “ખડિયો ” એ વસ્તુનું દર્પણ પર ગમે તેટલી વખત પ્રતિબિંબ પડવા છતાં તેનું રૂપાંતર કરીને
આ ખડિયો છે” એ જ્ઞાનનું સ્વરૂપ આપવાની તેનામાં (આયનામાં શક્તિ નથી. માટે જ્ઞાન થવાને (૧) વિધ્યનું અ િવ અને (૨) તે અસ્તિત્વ ઓળખવાની પાત્રતા, એ બે વાતની આવશ્યકતા રહે છે. આ પાત્રતા કેવળ મનુષ્યમાં જ છે કે પશુપક્ષી વગેરેમાં પણ છે એ પ્રશ્ન માટે અહીં સ્થળ નથી. માણસમાણસમાં આપણે જોઈએ છીએ તે એવો અનુભવ થાય છે કે, ગુરુ એક જ હાઈ સર્વ શિષ્યોને ભણાવતા હોવા છતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org