________________
નીતિશાસ્ત્રપ્રવેશ એ યોગ્ય ઉત્તર ગણાય નહિ. જે કારણ લાખ છોકરામાં નાના મોટા લાખ ભેદ ઉત્પન્ન કરે છે તે જ કારણ વિલક્ષણ ભેદ ઉત્પન્ન કરવાને સમર્થ છે એમ માનવામાં કંઈ વિશેષ અયોગ્યતા નથી.
ઠીક, હાલના આધિભૌતિક શાસ્ત્રોને વિકાસવાદ વિષયક મત સંસ્કારવાદને અનુકૂલ છે કે? ના. પ્રથમ જગતમાં એક જીવબિંદુમાંથી બીજે જીવબિંદુ ઉત્પન્ન થયા પછી તે બીજામાં થોડાક ભેદ કેમ જણાયે તેનું કારણ કોઈની પણ જાણમાં નથી; પણ એવા ગુણભેદ થાય છે એટલું સ્વીકૃત ગણી ડાવન વગેરે શાસ્ત્રજ્ઞોએ એવું ઠરાવ્યું કે, ક્રમે ક્રમે એ ભેદનું એકીકરણ અને દઢીકરણ થતું જવાથી જગતના પ્રાણીઓમાં ભેદ દેખાવા લાગ્યા. તેમનું કહેવું એમ છે કે, નાના નાના ગુણભેદન જે દર પેઢીએ સરવાળો થતો જાય તે અનેક પેઢી પછી એક જ જાતિમાંથી ધીમે ધીમે બીજી જાતિ ઉત્પન્ન થાય. પણ બેટસન વગેરે આધુનિક શાસ્ત્રો કહે છે કે, ગુણભેદ ધીમે ધીમે ન થતાં એકદમ થાય છે, એટલે ગુણભેદ નાના ગુણના સરવાળાથી ન થતાં કેટલાંક અકલ્પિત કારણને લીધે અચાનક બને છે. ડાવીન વગેરેનું કહેવું એ હતું કે, ભેદત્પત્તિની ગતિ વિકાસ સ્વરૂપી, મંદ અને સરળ માગી છે. હાલના શાસ્ત્રને એ અભિપ્રાય પસંદ ન હોઈ તેમની દૃષ્ટિએ એ ગતિ અસરળ, #મહીન, અકલ્પિત અને મંડૂકલુતિ સ્વરૂપની છે. જન્મતઃ જ પ્રસુપ્ત રીતે પ્રાપ્ત થયેલા નહિ, પણ આ લોકમાં શિક્ષણ, ટેવ વગેરેથી પ્રાપ્ત કરેલા ગુણ આનુવંશિક નથી હોતા – તે પ્રજામાં ઊતરતા નથી, એ મત સ્થાપિત થવા લાગ્યો ત્યારથી ડાવનનો મત ચલિત થવા લાગ્યો છે. કયો મત ખરો માનવ તે કહેવાને લેખકને અધિકાર નથી અને શાસ્ત્રગ્રંથને આધારે તેનું વિવેચન કરવાનું આ સ્થળ પણ નથી. પરંતુ હાલના શાસ્ત્રોને મત જે ખરે હોય તે જન્મતઃ જ વિલક્ષણ રીતે દેખાઈ આવતા ગુણ ખરેખર “વિલક્ષણ ન હેઈ જગતમાં સર્વત્ર એવી ઘણી જ વાતો જણાય છે એમ કહેવું પડશે અને વિલક્ષણતા પર ટકી રહેલ પૂર્વસંસ્કારવાદ ખખડી પડતે હેવાની વાત કબૂલ કરવી પડશે.
Jain Education International
For Personal & Private Use Only
WWW.jainelibrary.org