________________
આત્માનું અમરત્વ.
૩૮૭ પૂર્વ સંસ્કારનું અનુમાન કેટલાંક નાનાં બાળકોમાં એવી વિલક્ષણ શક્તિ જણાઈ આવે છે કે, માણસ તે જોઈને મોંમાં આંગળાં ઘાલી કુદરતની લીલાની પ્રશંસા કરે છે. ત્રણ ચાર વર્ષની ઉમરનો બાળક ઉત્તમ રીતે નરો તબલો બજાવ કે તાલ-સૂર-બદ્ધ સંગીત કરતો કિંવા સંસ્કૃત શ્લેક શુદ્ધ રીતે ઝપાટાબંધ બોલતે નજરે પડે છે અથવા તેવું વર્ણન વાંચવામાં આવે છે ત્યારે ઈશ્વરી લીલા અને પછી પૂર્વજન્મના સંસ્કાર માનચક્ષુ સમીપ તરી આવે છે. તદ્દન બાલ્યાવસ્થામાં સંગીત કરનાર બાળકને આત્મા પૂર્વજન્મ સારે ગાયક હોવો જોઈએ અને આ લોકમાં આવ્યા પછી પણ તેનામાં પૂર્વ સંસ્કાર દેખાઈ આવતા હોવા જોઈએ; એ કલ્પના સ્વાભાવિક હોવા સાથે ખરી હેવાને સંભવ પણ છે; પરંતુ અધિક કડો વિચાર કરતાં ન્યાયદષ્ટિએ તે વિશેષ સમાધાનકારક જણાતો નથી. જગતમાં ભિન્ન ભિન્ન વ્યક્તિઓની માનસિક શક્તિમાં જે ભેદ નિત્ય અને સર્વત્ર દષ્ટિગોચર થાય છે તેની ઉપપત્તિ લગાડવા માટે આપણે એકદમ ‘પૂર્વ સંસ્કાર ને આશરે નહિ લઈ એ. શાળામાં અભ્યાસ કરનાર કોઈ પણ બે બાળકની બુદ્ધિ તદ્દન સરખી નથી હોતી, જેટલા બાળક તેટલા માનસિક જાતના ભેદ હોય છે. આ ભેદ ઉત્પન્ન થવાના કારણમાં કેટલાક ‘પૂર્વ સંરકારની વાત કરશે પણ ઘણાખરા તે કહેશે કે પ્રભુ જાણે ! “પ્રભુ જાણે નો અર્થ એ જ છે કે કારની ખબર નથી. અર્થાત માનસશક્તિને ભેદ વિલક્ષણ હોવા ખાતર પૂર્વ સંસ્કાર,
કદાપિ થતું હોય તો પણ આપણને કહેવાના કાર્યમાં મોટી અડચણ જણાતી હશે. તે વિદેહી કિવા સૂક્ષ્મદેહી હોવાથી આ લેકના માણસો દ્વારા જ આપણી સાથે તે વાતો કરી શકતા હશે અને તે વિચાર થતાં કોઈ સ્ત્રી કે ભૂવાના શરીરમાં પ્રવેશ કરતા હોવા જોઈએ. પણ તેમ કરવા માટે જેના શરીરમાં પ્રવેશ કરવાની ધારણું હોય તેના આત્માને તે શરીરમાંથી દૂર કરવો પડતો હશે કિવા તેને બેભાન બનાવી સ્વસ્થ કરવાની ફરજ પડતી હશે. આ કામ કંઈ સહેલું નથી. એટલું પ્રાપ્ત થતું હશે પણ અન્યના મગજનું સ્વામિત્વ પલટાવી તેના શરીર દ્વારા સ્વમત પ્રકટ કરવાનું કામ કઠિન જ છે!
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org