________________
નીતિશાસ્ત્રપ્રવેશ નીતિમત્તા કરતાં અન્ય બાબત પર વિશેષ અવલંબી રહેલી હોય છે. અમુક સ્ત્રી સાથે અમુક પરિસ્થિતિમાં લગ્ન કરવું કે નહિ તેને નિર્ણય નીતિશાસ્ત્ર આપશે; પણ ઉપાધ્યાયે સપ્તપદીના સમયે કયો મંત્ર ભણવો તે નીતિશાસ્ત્ર નક્કી કરી શકશે નહિ. એ જ પ્રમાણે અન્ય વિધિ વિષે સમજવાનું છે. કોઈ પણ વિધિ કિંવા સંસ્કાર ક્યારે ઉચિત છે તે આપવાકય – શાસ્ત્રવાક્ય ઉપરથી અથવા રીતરિવાજ ઉપરથી ઠરાવવામાં આવે છે, નીતિશાસ્ત્ર પરથી નહિ, જ્યારે કઈ વિધિ અતિ ગલીચ અથવા ત્રાસદાયક હોય છે, કિંવા (પરિસ્થિતિ બદલાવાથી) બને છે કે થવા લાગે છે, ત્યારે જ નીતિશાસ્ત્ર પિતે એ વિષયમાં પ્રવેશ કરે છે. એ સિવાયના પ્રસંગે એ શાસ્ત્રને ઘરની બહાર જ બેસી રહેવું પડે છે. ધાર્મિક વિચારના ઇતિહાસ વિષે પણ નીતિશાસ્ત્ર વિશેષ બેલી શકતું નથી. આ વિષયમાં પ્રત્યેક ધર્મ પિતાપિતાના અધિકારી-શાસ્ત્રકારોને જ બોલવાની રજા આપે છે. શિવ, વિષ્ણુ અને બ્રહ્મા એ ત્રણ હોઈ ત્રિમૂર્તિ એક જ કેવી રીતે કહી શકાય, એ પ્રશ્ન વિષે કોઈ ખ્રિસ્તી પાદરીનો અભિપ્રાય લેતું નથી. તેવી જ રીતે આકાશમાં રહેલે પિતા, તેનો પુત્ર અને પવિત્ર આત્મા (Foly Ghost) એ ત્રિમૂર્તિનું ઐક્ય કેવી રીતે ગણવું, તે સમજવા કોઈ ખ્રિસ્તી કાશીના વિદ્વાન શાસ્ત્રીને બોલાવશે નહિ. આવી બાબતો માટે જેમણે જેમને પિતાના અધિકારી અથવા ત–ી માન્યા છે, તેમને આપણે શાસ્ત્રકાર કહીશું. એ શાસ્ત્રકારોએ જે વિવેચન કરેલું હોય છે, તેનાથી વિરુદ્ધ વિચાર કે આચારનું અવલંબન લેવાની તેમને રજા હતી જ નથી. જ્યાં સ્પષ્ટ ઉલ્લેખ હોતો નથી ત્યાં જ માત્ર સ્વતંત્ર બુદ્ધિને પોતાની શક્તિ બતાવી આપવાનો અવકાશ મળે છે. એ સિવાયના પ્રસંગે તે શાસ્ત્રકારોને સ્વાધીન હોય છે. નીતિશાસ્ત્ર, શાસ્ત્રવાક્યને અથવા શાસ્ત્રકારોને માન આપે છે; પણ નીતિશાસ્ત્ર કહે છે કે, અંતિમ નિર્ણય જેણે તેણે પોતાના સ્વાનુભવ પરથી, મનઃપ્રવૃત્તિ પરથી અને વિવેકબુદ્ધિનું કથન સાંભળી લઈ રસ્વતંત્રતાપૂર્વક કરવો જોઈએ.
નીતિશાસ્ત્રનાં તો શાસ્ત્રવાક્યનું (એટલે Authority )નું વિવરણ કરીને નહિ, પણ આત્મનિરીક્ષણથી (Self-introspection)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org