________________
૩૦૪
નિતિશાસ્ત્રપ્રવેશ એ જ જણાય છે કે, સંદેશ મોકલનારી શક્તિ કિંવા વ્યક્તિ એ બે સ્ત્રીના મનથી ભિન્ન હોવાનું સિદ્ધ થાય. અન્ય સંપૂરક લેખ (Cross Correspondences) એક મનમાંથી નીકળેલા હોવા જોઈએ અને એ મને તે બે સ્ત્રીના મનથી જુદું હોવું જોઈએ. ત્યારે તે પોતાને જેનું ભૂત કહેવડાવે છે તેનું (એટલે સ્વ. માયનું) કેમ ન માનવું ?
આમ છતાં શંકા લેવી એ શંકાશીલ પ્રકૃતિને અતિરેક કરવા જેવું જણાય છે અને એવો શંકાશીલ વિતંડાવાદી લાગે છે, પરંતુ એટલું કહ્યા સિવાય રહેવાતું નથી કે, એટલા જ પુરાવાથી ભૂતનું અસ્તિત્વ માનવાનું બંધન ઉત્પન્ન થતું નથી. યુક્તિવાદથી એકાદ પ્રશ્નનો વિચાર કરવામાં આવે તો તેણે યુક્તિવાદ જ્યાં લઈ જાય ત્યાં જવું જોઈએ. આને અર્થ એવો નથી કે, યુક્તિવાદને જ નિર્ણય સત્ય છે. યુક્તિવાદ કરતાં પણ અધિક ગ્યતાનાં – એટલે તેને અગોચર રહેલાં -- કેટલાંક તો છે અને તેને ખુશીથી સત્ય માની તે પ્રમાણે ચાલવું; પરંતુ તે યુક્તિવાદથી સિદ્ધ હોવાનું વ્યર્થ વચન કાઢવું ન જોઈએ. કિંવા લોકોને તેવો ભાસ પણ કરાવ ન જોઈએઆત્માનું અમરત્વ શ્રદ્ધેય હશે; પણ તે યુક્તિવાદથી સિદ્ધ થાય છે કે નહિ તેને વિચાર કરવા લાગ્યા પછી લેકે વિતંડાવાદી કહેશે, એ ભયથી ડરવું ન જોઈએ. બે ત્રણ સ્ત્રીના અંગમાં આવીને એક અન્યોન્ય પૂરક સંદેશ તેમના દ્વારા આવે અને તે મોકલનાર પિતાને અમુક સ્વર્ગસ્થ ગૃહસ્થ ગણાવે તેટલા પરથી પરલોકવાસી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ જાય છે એવું કંઈ નથી, કેમકે એકાદ આક્ષેપક કહી શકશે કે,” અન્ય સંપૂરક સંદેશ પણ અતીન્દ્રિય સંવેદનાના જ પ્રકાર હશે! એ સંદેશ મોકલનાર મન એ સ્ત્રીઓથી ભિન્ન હોવાનું કબૂલ કરવું પડે, તો પણ તે પરલેકવાસી હોવાનું ક્યાં સિદ્ધ થયું છે? આ લોકના માણસને કેમ નહિ હોય ? એવો વિચાર જગતમાં કોઈનાયે મનમાં નહિ આવ્યું હોય એમ કઈ હિંમતપૂર્વક કહી શકે છે? અન્યના મનની મન પર કઈ રીતે કેવી અસર થાય છે એ વિષે આજ સુધીમાં આપણને જે માહિતી મળેલી છે તે અતિ મર્યાદિત છે. એટલી જ માહિતી પર આધાર રાખી અમુક એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org