________________
આત્માનું અમરત્વ
૩૭૯ તેને કબૂલ કરવું પડશે કે એ પુરા બળવાન તે છે જ. અહીં તે એ પુરાવાની મહત્ત્વની વાતનું કેવળ સ્થૂળમાનથી જ દિગદર્શન થઈ શકે તેમ છે. એક વાત એ છે કે, કહેવામાં આવે છે કે આપણા દેશમાં સ્ત્રીના શરીરમાં ભૂત આવે છે તેમ પશ્ચિમના દેશમાં પણ કેટલીક સ્ત્રીઓના શરીરમાં આવે છે. કદી કદી પુરુષના અંગમાં પણ આવે છે. આપણે ત્યાં શાસ્ત્રોએ એ વિષે સમ તપાસ કરેલી નહિ હોવાથી એ વાત વિશ્વાસ રાખવા જેવી નથી લાગતી. ત્યાં મિસિસ પાયપર વગેરે જે સ્ત્રીઓના અંગમાં આવે છે તેમના પર ગુપ્ત નિરીક્ષક રાખી, તેમને પિનાની ખાતરીવાળા સ્થાનમાં રાખી અને તેમની હિલચાલનું બારીક અવલોકન કરી શાસ્ત્રોએ ઠરાવ્યું છે કે, એ સ્ત્રીઓ લુચી નથી. આપણા દેશની અને ત્યાંની વાતમાં બીજે ફરક એ છે કે, આપણે ત્યાં શરીરમાં આવતાં ભૂત બહુધા પિતે કોણ છે તેટલું જ જણાવે છે અને માત્ર સ્ત્રીઓને ત્રાસ આપે છે, ત્યારે ત્યાં ભૂત સ્ત્રીઓના હાથ દ્વારા કાગળ પર લખી પોતાને અભિપ્રાય વ્યક્ત કરવાનો સ્તુત્ય પ્રયત્ન કરે છે. એ પરદેશી ત્રિીઓને એક પ્રકારનું ઘેન આવે છે કિંવા તેમને બેશુદ્ધ બનાવવામાં આવે છે એટલે તેમના હાથમાં ભૂત સંચાર કરે છે અને પછી તે હાથ આપોઆપ હાલવા લાગે છે; અને જે હાથમાં કલમ આપી નીચે કાગળ ગોઠવી દેવામાં આવે છે તો તે કાગળ પર લખવા માંડે છે. એક કાગળ પૂરો થાય છે એટલે નજીક રહેલો માણસ તે કાગળ ખેંચી લઈ બીજો ગોઠવે છે. કેઈ ને કંઈ પ્રશ્ન પૂછવો હોય છે તો તે હાથ તરફ જોઈ પૂછે છે એટલે હાથમાં પ્રવેશેલું ભૂત તે પ્રશ્નનો ઉત્તર આપે છે. કોઈ વખત એક હાથમાં એક ભૂત હોય છે, ત્યારે બીન હાથમાં બીજું ભૂત હોય છે અને જીભમાં ત્રીજું હોય છે! સર્વમાં મહત્ત્વનો મુદ્દો એ છે કે, એ સ્ત્રીઓના હસ્ત દ્વારા જે સંચારલેખન (Automatic writing) થાય છે, તેમાં જે માહિતી હોય છે તે એ સ્ત્રીઓને જાગૃતાવસ્થામાં પ્રાપ્ત થયેલી હોતી નથી એટલે એ માહિતી તેમના દ્વારા અન્ય કોઈ લખતું હોય એમ જણાય છે. અમૃતાવસ્થામાં જે માણસ કદી પણ નજરે પડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org