________________
નીતિશાસ્ત્રવેશ ઉદ્દિષ્ટ કાર્ય, મર્મ, અન્ય સંબંધ વગેરે સર્વ યથાયોગ્ય જાણવામાં આવશે ત્યારે પછી જ આપણને પૂર્ણ સમાધાન પ્રાપ્ત થશે. ત્યાં સુધી આત્મા ઓછેવત્તો અસંતુષ્ટ જ રહેશે. આપણું હાલનું જ્ઞાન એટલું વિકાસ પામ્યું નથી, પણ જ્ઞાન અધું હોય તેટલા ખાતર તેને ન્યાય શા માટે માનવું? ફૂલ ખીલ્યું ન હોય તો રાહ જુએ, પણ કોમળ કળીને શા માટે ચૂંટી નાખે છે? શા માટે તેને પગ નીચે ચગદી ના બને છે?
આજે આપણને જે જ્ઞાન થયેલું છે તે અપૂર્ણ છે, એકાંગી છે, સંદેષ છે એ બધું ખરું, પણ એ દોષ દૂર કરવાને તમે પ્રયત્ન કરે. નિરાશ થઈ ને બુદ્ધિથી જ્ઞાન મળવાનું જ નથી” એમ ન લે. આજની બુદ્ધિનું કાર્ય ઈ આત્માને સંતોષ થત નથી એ ખરું છે, યોગ્ય છે અને ન્યાયયુક્ત છે, પણ શું એમ સમજે છે કે બુદ્ધિના નાશથી માત્માને સમાધાન મળશે?
આજનું બુદ્ધિજન્ય જ્ઞાન આપણને સંતોષ આપતું નથી તથા આત્માને કમળ ભાગમાં કાંટાની માફક ખૂંચે છે તેનું એક કારણ એ છે કે, તેમાં અહંકારરૂપી કાંટે છે. પણ અહંકાર હમેશાં જ કંઈ કંટકાત્મક નથી હોતો, ગુલાબની પુ૫ પાસે કાંટો જેમ કાઢી નાખી શકાય છે તેમ અહંકારની નજીકને કાંટો કાઢી નખાશે. આત્મા અને અહંકાયુક્ત બુદ્ધિનું વેર શાશ્વતિક નથી, કાલાંતરે તે નાશ પામશે. અહંકાર જ્યારે સુદ્ર હોય છે ત્યારે તે ખરાબ હોય છે. તુકારામ, રામદાસ, જ્ઞાનદેવ, (નરસિંહ મહેતા, મીરાંબાઈ નાનક, કબીર વગેરે ) કિંવા અતિ પ્રાચીન જનકાદિ જીવનમુક્તોને અહંકાર નષ્ટ થયો ન હત; પણ તે તેથી કંઈ પાપી ઠરતા નથી. તુકારામે પિતાને કદી રામદાસ માન્યા નથી કિંવા રામદાસે કદી શિવાજીની ગાદી દબાવી ન હતી. પ્રત્યેકનું વ્યક્તિવિશિષ્ટવ અથવા સાહંકારત્વ કાયમ હતું, પણ માત્ર તેમાંથી મુકત્વને કાંટે નીકળી ગયેલું હતું. માટે બુદ્ધિજન્ય જ્ઞાનવિરુદ્ધ કિંવા અહંકારવિરુદ્ધ બળવો કરવાને વિશેષ કંઈ કારણ નથી. અસ્તુ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org