________________
નીતિશાસ્ત્રપ્રવેશ વર્તનને નહિ. ધર્મનું જે તત્ત્વજ્ઞાનાત્મક અંગ છે, તેની પણ એવી જ સ્થિતિ છે. એક હિંદુ ઑફેસર – અધ્યાપક - ખ્રિસ્તી ધર્મના મૂળભૂત તત્વ પર વ્યાખ્યાન આપી શકે છે, પણ તેથી તે ખ્રિસ્તી બને છે કિંવા તેનામાં ક્રિશ્ચિયન વૃત્તિને સંચાર થાય છે એવું કંઈ કહેવાય નહિ.
એ એક ધ્યાનમાં રાખવા જેવું છે કે, ધાર્મિક વિધિની બાબતમાં અને (૧) તત્ત્વજ્ઞાનાત્મક ધર્મ, કિંવા (૨) “દેવમીમાંસા' કિંવા (૩) ધાર્મિક વૃત્તિમાં એક મહત્ત્વને ભેદ રહેલું છે. એક હિંદુ અધ્યાપકને ખ્રિસ્તી ધર્મનાં તત્ત્વોની ખબર હોય અથવા તે પસંદ હોય તો પણ તે ખ્રિસ્તી ગણાતું નથી; તે ખ્રિસ્તી પ્રજાના ધાર્મિક પંથના ઈતિહાસનો જાણકાર હોય, તેમાં રહેલા વાદગ્રસ્ત પ્રશ્નોને તે જ્ઞાતા હોય અને એવી જ અન્ય શાસ્ત્રીય માહિતી તેને હોય તે પણ તે ખ્રિસ્તી બનતે નથી; તેની વૃત્તિ ખ્રિસ્તી લેક જેવી (એને અર્થ ગમે તે હો) હોવા છતાં તે ખ્રિસ્તી તરીકે ઓળખાતો નથી; પણ તે જે લગ્નસંસ્કાર પાદરી દ્વારા કરાવે છે તે તરત જ આપણે તેને વટલાયો એમ કહીએ છીએ. ખ્રિસ્તી વૃત્તિથી અથવા તત્ત્વજ્ઞાનથી ખ્રિસ્તીત્વ પ્રાપ્ત થતું નથી, પણ પાદરીના હાથના પાણીથી – બેટીઝમથી પ્રાપ્ત થાય છે એ એક અતિ આશ્ચર્યજનક વાત છે. હિંદુત્વની વાત પણ એવી જ સમજવી. એની બિસેંટ કે સિસ્ટર નિવેદિતા જેવી સ્ત્રીએ વૃત્તિથી, વિચારથી, જ્ઞાનથી, હિંદુ કરતાં પણ વિશેષ હિંદ હોય તો તેમને હિંદુત્વ પ્રાપ્ત થતું નથી. હિંદુત્વ કિંવા ખ્રિસ્તીત્વ સંસ્કાર પર અવલંબી રહેલ છે. સાવાર: પ્રથમ ધમ. એમ જે કહેવાય છે, તેમાં રહેલે એક પ્રકારનો મર્મ વાચકના લક્ષમાં હવે આવશે. વેદાંત કંઈ હિંદુત્વનું લક્ષણ નથી; હિંદુવૃત્તિ પણ નથી; હિંદુ પુરાણના કિંવા શાસ્ત્રના વિષ્ણુ, શિવ વગેરેને પરસ્પર શું સંબંધ છે વગેરે વાતનું જ્ઞાન એ હિંદુત્વનું લક્ષણ નથી; પણ હિંદુ આચાર એ ઘણાઓના અભિપ્રાય પ્રમાણે વિશેષ અથવા પ્રથમ ધર્મ છે.*
* હિંદુ કોને કહેવો એ એક અતિ મને રજક પણ વાદગ્રસ્ત પ્રશ્ન છે:
(૧) સામાન્ય લોકોના મત પ્રમાણે હિંદુ માબાપને પેટે જેને જન્મ થાય છે (અને જે વટલાયેલો નથીતે હિંદુ :(૨) વટલાઈને મુસલમાન,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org